જ્ઞાન યજ્ઞ:કપરાડા,ધરમપુરની 2 જર્જરિત આશ્રમશાળાને 2 કરોડના ખર્ચે લોકભાગીદારીથી વિકસાવાશે

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીડીઓએ વિકાસ માટે જિ.પં. ફંડ અને ખાનગી સાહસ સાથે MOU કર્યા

વલસાડ જિલ્લાના જંગલ અને પહાડી વિસ્તારમાં ધરમપુરના ગડીગામ અને કપરાડાના ગીરનારા ગામે આવેલી 2 આશ્રમશાળાનું બાંધકામ અને બારીબારણા,છત સહિતની હાલત અત્યંત જર્જરિત થઇ જતાં બાળકોના ભણતર ઉપર ખુબ જ ગંભીર અસર થઇ રહી છે.આ સ્થિતિ જોતાં ડીડીઓ મનિષ ગુરવાનીએ સ્થળ નિરીક્ષણ બાદ ખાનગી સાહસો સાથે MOU અને જિ.પં.ના સ્વભંડોળમાંથી ફંડની જોગવાઇ કરી કુલ રૂ.2 કરોડના ખર્ચે નવિનીકરણનું બીડું ઝડપ્યું છે.ધરમપુરના ગડી ગામ અને કપરાડાના ગીરનારાની આશ્રમશાળા જર્જરિત થઇ ગઇ છે.

આ આશ્રમશાળાની વલસાડના સનદી અધિકારી ડીડીઓએ મૂલાકાત લેતાં ચોંકી ગયા હતા.આ બંન્ને આશ્રમશાળાઓ અત્યંત જર્જરિત થઇ જતાં બાળકોને અહિં શિક્ષણ,ભોજન,શૌચાલય સહિતની અનેક મુશ્કેલી વેઠ‌ી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.ડીડીઓ મનિષ ગુરવાનીએ આ બંન્ને આશ્રમશાળાને નવેસરથી ઉભી કરવા માટે જિ.પં.ના ફંડમાંથી રૂ.1 કરોડ ફાળવી વહીવટી મંજૂરી આપી દેવાઇ છે.જ્યારે ખાનગી સાહસો સાથે એમઓયું કરી રૂ.1 કરોડનો લોકફાળો મેળવતાં આશ્રમશાળા નવી સુંદર સુવિધાઓ બાળકોને હવે મળશે.જેની ટેન્ડરિંગ પ્રક્રિયા પણ શરૂ કરાઇ છે.

આશ્રમ શાળા માટે આ એકમો સાથે MOU
ધરમપુરના ગડીની આશ્રમ શાળા માટે વાપીની થેમિસ બાયોસિન કંપની(જીટીબીએલ) સાથે રૂ.1 કરોડના એમઓયુ થયા હતા.કપરાડાની ગીરનારામાં આશ્રમશાળા માટે જિ.પં. અને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રિઝ લિ.વચ્ચે રૂ.1 કરોડનું એમઓયુ થયું હતું ,જેમાં પણ જિ.પં. અને પીડીલાઇટ દ્વારા ફંડ હેઠળ નવિનીકરણ કરવા કાર્યવાહી શરૂ થઇ છે.

NGO સાથે વધુ શિક્ષકોની નિમણૂંક કરાશે
આ બંન્ને આશ્રમશાળાઓને વિકસાવવા માટે જિ.પં. અને ખાનગી સાહસો સાથે એમઓયુ કરી પીપીપી ધોરણે આયોજન કરાયું છે.શિક્ષકોની ભરતી માટે પણ એનજીઓ સાથે બેઠક કરી ફાળવણી ખર્ચ કરાશે.કન્યા હોસ્ટેલમાં હાલે વોર્ડ નથી જેથી બાળકીઓની સંભાળ દેખરેખ માટે વોર્ડનની પણ નિયુક્તિ કરી માઇગ્રેટેડ પરિવારોના સંતાનોને રહેવા,જમવાની શ્રેષ્ઠ સુવિધા અને શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.> મનિષ ગુરવાની,ડીડીઓ,વલસાડ

અન્ય સમાચારો પણ છે...