કોરોના સંક્રમણ:કપરાડાના અંભેેટી છાત્રાલયમાં 2 રસોઇયાઓ-સ્લીપર સંક્રમિત

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વલસાડ જિલ્લામાં કોરોનાના નવા 22 કેસ
  • છાત્રાલયમાં આરોગ્યની ટીમ તૈનાત, ટેસ્ટિંગ શરૂ

વલસાડ જિલ્લામાં અંતરિયાળ કપરાડા તાલુકામાં અંભેટીના એક છાત્રા લયમાં 2 મહિલા રસોઇયા, સવારનું કામ કરતી 23 વર્ષીય યુવતી અને 1 તરૂણ વિદ્યાર્થિની ચોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે.આ છાત્રા લયમાં ગુરવારે પણ 10 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા.જેને લઇ આરોગ્ય તંત્રએ પીએચડીની ટીમ છાત્રા લયમાં તૈનાત કરી દીધી હતી.સંક્રમણ રોકવા માસ્ક,સેનિટરાઇઝર સહિત સાધનો પૂરા પડાયા છે તેવું એપિડેમિક ઓફિસર ડો.મનોજ પટેલે જણાવ્યું હતું.

કપરાડા તાલુકાના અંભેટીની નવોદય વિદ્યાલય નામની છાત્રાલય શાળામાં 266 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હિના છાત્રા લયમાં જ રહે છે.ગુરૂવારે આ છાત્રા લયમાં ફરજ બજાવી બે મહિલા રસોઇયાઓ અને સફાઇ કામ કરતી 23 વર્ષીય યુવતી તથા 14 વર્ષીય વિદ્યાર્થિની કોરો નાથી સંક્રામિત થઇ હતી.આ સાથે વલસાડમાં અબ્રામા,વાઘલધરા,વલસાડ આહિરવાસ,ગ્રીનપાર્ક,આદિનાથ કોમ્પલેક્સમાં રહેતા 5 દર્દી તથા પાટરડી તાલુકામાં પરિયા,રેનોકંપની,કમલેશ ચાલ,ચર્ચ પાસે,સુખેશ,દમણી ઝંપા મળી આ ગામનો વિસ્તારોમાં કુલ 7 કેસ નોંધાયા હતા.

વાપીમાં ગીતા નગરમાં 23 વર્ષની યુવતી,ડાભેલમાં 20 વર્ષનો યુવક,ઉમરગામ સોળસુંબા અને ધરમપુર ના ચીચો તથા આસુર ભેંકરા મળી ત્રણ ગામમાં 4 દર્દી નોંધાયા હતા.આ સાથે જિલ્લામાં વલસાડમાં 8 દર્દી,પારડીમાં 4 દર્દી,વાપીમાં 2,ઉમરગામ ગાંધીવાદી 1 અને કપરાડા મોટીવહીયાળમાં 1 મળી કુલ 15 દર્દી કોરોનાને માત આપતા એક્ટિવ કેસની સંખ્યા 95 થઇ હતી. આમ કપરાડાની છાત્રાલયમાં બીજા દિવસે પણ કોરોનાના કેસ સામે આવ્યા હતા. જેના કારણે વિદ્યાર્થીઓને વાલીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...