તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વલસાડમાં મટકાનો જુગાર રમાડતા 2 પકડાયા, 8 વોન્ટેડ

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ વડે રમાતા જુગાર પર કાર્યવાહી

વલસાડ સિટી પોલીસની ટીમ બુધવાર શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બેચર રોડ ઉપર ગલીમાં મૃણાલ હોસ્પિટલ સામે રોડની બાજૂમાં વોટ્સઅપ ઉપર ગ્રાહકોને વરલી મટકાનો જુગાર રમાડવામાં આવે છે તેવી પૂર્વ બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરી હતી.જ્યાં વરલી મટકાના આંકડા લખાવી ગ્રાહકોને જુગાર રમાડતા હતા. રોડની સાઇડમાં 2 ઇસમ મોપેડ નજીક ઉભા રહી મોબાઇલ ઓપરેટ કરી રહ્યા હતા.જેને ચેક કરતા વરલી મટકાના આંકડા લખેલા મેસેજ વોટ્સ અપમાં જોવા મળ્યા હતા.

પોલીસે અનિલ મગન પટેલ, રહે. બેચર રોડ અને સહેજાદ મુસ્તાક શેખ રહે.મોતીવાડી પોલીસહેડ ક્વોર્ટર રોડ,મોગરાવાડીનાને ઝડપી લીધા હતા.ત્યારબાદ ગાંધી, રહે.બેચરરોડ, પ્રદિપ રહે.બરૂમાળ, સુનિલ રહે.અતુલ,યજ્ઞેશ પટેલ, રહે.નવસારી, જયમીન, નાસીર, વાસુ, સહિત કુલ 10 ઇસમનો વોન્ટેડ જાહેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...