ACBની સફળ ટ્રેપ:વલસાડમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના 2 લાંચિયા અધિકારીઓને રૂ. 60 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા

વલસાડએક મહિનો પહેલા

વલસાડ જિલ્લામાં એક બેકરી સંચાલકે બેકરી શરૂ કરવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં લાયસન્સ મેળવવા અરજી રજુ કરી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મહિલા કર્મચારી અને એક અધિકારીએ મળીને બેકરી સંચાલકને લાયસન્સ આપવા માટે અને વેકરીમાં કોઈપણ જાતનું ચેકીંગ ન કરવા માટે વાર્ષિક હપ્તા પેટે કુલ રૂ. 60 હજારની લાંચ માંગી હતી. બેકરી સંચાલક લાંચ આપવા માંગતો ન હોવાથી ACBમાં ફરિયાદ નોંધાવી હતી.નવસારી ACBની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સના લાંચિયા અધિકારીઓને ઝડપી પાડવા કેરી માર્કેટ ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. વલસાડ ACBની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સના સિનિયર સેફટી ઓફિસર અને ફૂડ સેફટી ઓફિસરે લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડી વલસાડ ACBમાં FIR નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લામાં એક બેકરી સંચાલકે વેકરીનું લાયસન્સ મેળવવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં અરજી કરી હતી. વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર સેફટી ઓફિસર દિવ્યાંગ બાલકૃષ્ણ બારોટ પાસે અરજી આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર સેફટી ઓફિસરે વર્ષ દરમ્યાન બેકરીમાં ચેકીંગ ન કરવા અને કનડગત ન કરવાના વર્ષના રૂ 50 હજાર તેમજ અરજદારના સાળાની ડુંગરી ખાતે આવેલી બેકરીમાં પણ વર્ષે ચેકીંગ ન કરવા અને કોઈપણ રીતે કનડગત ન કરવા માટે 10 હજાર મળી કુલ 60 હજારની લાંચની માંગણી કરી હતી. સિનિયર સેફટી ઓફિસર અને ફૂડ સેફટી ઓફિસરે લાંચની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતો ન હોવાથી અરજદારે ACBની ટીમનો સંપર્ક કરી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાંચિયા કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે વલસાડ ACBની ટીમે કેરી માર્કેટ રેલવે ગરનાળા તરફ જતા રોડ પાસે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બંને અધિકારીઓ લાંચ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. નવસારી ACBની ટીમે બંને લાંચિયા અધિકારીઓની અટકાયત કરીને વલસાડ ACB પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...