તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતર રાજ્ય ગેંગ:વાપી અને મહારાષ્ટ્રના વાહન અને ટાયર ચોરીના ગુનામાં 2 આરોપીઓ 6 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

વલસાડ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પર ઉભેલા વાહનોના ટાયર ચોરી કરવામા આવતી

વલસાડ SOGની ટીમને મળેલી બાતમીના આધારે ડુંગરા વિસ્તારમાંથી એક ટેમ્પોને અટકાવી ચેક કરતા વાપી 5 અને મહારાષ્ટ્રમાં 2 મળી કુલ 7 વાહન ચોરી અને ટાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. SOGની ટીમે ચોરી 5 ટાયર, 2 બાઈક અને 2 છોટા હાથી મળી કુલ 6.03 લાખના મુદ્દમાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડયા હતા.

વાપી SOGની ટીમને મળેલી બાતમીના આધારે ડુંગરા પોલીસ મથક હદ વિસ્તારમાં કરવડ ખાતેથી એક ટેમ્પો ન. MH-46-BB-4788માં ચોરીના ટાયર લઈને જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે SOGની ટીમે બાતમી વાળા ટેમ્પને અટકાવી ચેક કરતા ટેમ્પમાંથી બિલ વગરના 5 ટાયર મળી આવ્યા હતા. ચાલકની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીઓએ રોડ ઉપર સાઈડમાં પાર્ક કરેલા વાહનોના ટાયર ચોરી કરેલા હોવાની કબૂલાત કરી હતી. SOGની ટીમે પકડાયેલા આરોપીઓ સુરજ જયરામ યાદવ અને અંકિત સમશેર યાદવ ની કડકાઇથી પૂછપરછ કરતા 2 ચોરીના ટેમ્પો અને 2 બાઈક પણ આરોપીઓ પાસેથી મળી આવી હતી. SOGની ટીમે આરોપીઓની પૂછપરછ કરતા વાપી વિસ્તારમાંથી 2 બાઈક ચોરી અને ટાયર ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. જ્યારે ટેમ્પઓ મહારાષ્ટ્ર વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓને 6.03 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...