લૂંટનો ભેદ ઉકેલાયો:ઉમરગામની જ્વેલર્સ પેઢીના લૂંટ કેસમાં 2 આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાયા, 3 સોનાની વીંટી સહિતનો મુદ્દામાલ કબજે કરાયો

વલસાડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ કોઈ ઘટનાને અંજામ આપે તે પૂર્વે LCBની ટીમે દબોચી કાઢયા હતા
  • રાહુલ જવેલર્સમાં લૂંટ ચલાવવાની આગલા દિવસે આરોપીઓ રેકી કરી ગયા હતા

વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં રાહુલ જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં જઈને 2 યુવકોએ 3 સોનાની વીંટીની લૂંટ ચલાવી દુકાનમાં સેલ્સમેન ઉપર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટ્યા હતો. જે કેસમાં વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે ઉમરગામ અને મહારાષ્ટ્રની બોડર વિસ્તારમાંથી બતમીદારોની મદદથી બંને આરોપીઓને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. વધુ એક ઘટનાને અંજામ આપવા રેકી કરતા આરોપીઓ ઝડપાઇ ચુક્યા હતા.

વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાં આવેલી રાહુલ જવેલર્સમાં 14મી ફેબ્રુઆરીના રોજ બપોરે મહારાષ્ટ્રના 2 યુવકોએ ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં જઈને સેલ્સમેન અભય ઇન્દુલકર પાસેથી સોનાનાં બ્રેસલેટની માગણી કરી હતી. સેલ્સમેને ચાંદીના બ્રેસલેટ હોવાનું જણાવતા યુવકોએ સોનાની વીંટી બતાવવા જણાવી 3 વીંટી એકજ આંગણીમાં પહેરી લીધી હતી. અભય ઇન્દુલકાર યુવકની નિયત પારખી જતા વીંટી પરત માંગી લીધી હતી. યુવકોએ ભાગવાનો પ્રયાસ કરતા અભય ઇન્દુલકારે એક યુવકને ઝડપી પાડ્યો હતો. યુવકે અભય ઇન્દુકાર ઉપર ચપ્પુ પડે જીવલેણ હુમલો કરી મોપેડમાં ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટના દુકાનમાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તે કેસમાં વલસાડ LCBની ટીમે બાતમીદારોની મદદ મેળવી તપાસ હાથ ધરી હતી. વલસાડ LCBની ટીમે બાતમીદારોની મદદ વડે અતુલ ઉર્ફે આર્યન કુન્દનસિંગ સામંત, રહે દહાણું અને રાહુલ ઉફે વાયરસ અશોક સહાની, રહે પાલઘરની ઉમરગામ અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલ ગોવાડા વિસ્તારમાંથી ઝડપી પાડયા હતા.

બંને આરોપીઓએ એક દિવસ પૂર્વે ઉમરગામ શહેરમાં રેકી કરી હતી. જેમાં રાહુલ જવેલર્સની બાજુમાં આવેલ એક મોબાઇલની દુકાનમાંથી ચાર્જર ખરીદી કર્યું હતું. સાથે દુકાનમાં જેવેલર્સની દુકાનની રેકી કરી હોવાનું આરોપીઓએ પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. આરોપીઓ પાસેથી રૂ.15 હજારની કિંમતની 3 વીંટી અને મોપેડ તેમજ મોબાઈલ મળી રૂ.70 હજારના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડયા હતા. વલસાડ LCBની ટીમે આરોપીના કબ્જો ઉમરગામ પોલીસને સોંપી આગળની તપાસ ઉમરગામ પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...