તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

181 મહિલા હેલ્પલાઇન:વલસાડમાં પુત્રએ માતાને ત્રાસ આપતા 181ની મદદ

વલસાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રાસ ન આપવા કાઉન્સીલીંગ કરાયું

વલસાડ 181 મહિલા હેલ્પલાઇન ઉપર કોલ આવ્‍યો હતો કે, મને દીકરાના ત્રાસમાંથી મુકિત અપાવો. મેસેજ મળતાની સાથે જ 181ની ટીમ ધટનાસ્‍થળે પહોંચી હતી. વલસાડ નજીકના એક ગામની 57 વર્ષીય મહિલા પોતે ઘરકામ અને ખેતીનું કામ કરી ગુજરાત ચલાવે છે. કુંટુબમાં દીકરી શારિરીક રીતે અસક્ષમ હોવાના કારણે ઘરે જ રહે છે. જયારે દીકરો કોઇ કામ ધંધો ન કરી વ્‍યસન માટે પૈસાની સતત માંગણી કરતો રહે છે.

આર્થિક પરિસ્‍થતિ સારી ન હોવાથી દીકરી અને દીકરાની દવા સરકારી દવાખાને જ કરાવે છે. તે માટે પણ પુત્ર પ્રાઇવેટ ડોકટરની દવા કરાવવા દબાણ કરી ગાળો આપી માનસિક ત્રાસ આપતો. કંટાળીને વૃધ્‍ધ માતાએ 181નો સહારો લીધો હતો. 181 દ્વારા બંને પક્ષોનું કાઉન્‍સીલીંગ કરી કાયદાકીય માહિતી આપી હતી.

પુત્રએ પણ હવે પછી માનસિક ત્રાસ નહીં આપવાની અને સરકારી દવાખાને જ સારવાર લેવાની બાંહેધરી આપી હતી. આમ વૃધ્‍ધ માતાને દીકરાના માનસિક ત્રાસમાંથી મુકિત અપાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો