આરોગ્ય વિભાગ દોડતુ થયું:જિલ્લામાં કોરોનાના 17 નવા દર્દી, એક્ટિવ કેસ 100

વલસાડ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પારડીમાં 4, વલસાડ 7, વાપી 2 અને કપરાડા 3 કેસ નોંધાયા

વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર જારી રહી છે.બુધવારે વધુ 17 નવા પોઝિટિવ દર્દી સામે આવ્યા હતા.બીજી તરફ સાજા થયેલા દર્દીની સંખ્યા 12 નોંધાઇ હતી.નવા કેસ ઉમેરાતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 100 સુધી પહોંચી ગઇ હતી.

જિલ્લામાં વલસાડના અબ્રામામાં 62 વર્ષીય વૃધ્ધ,દિવેદમાં 19 વર્ષની યુવતી,ડુંગરીમાં 23 વર્ષનો યુવક,ગુંદલાવમાં 40 વર્ષીય મહિલા,વાઘલધરામાં 26 વર્ષીય યુવાન,વલસાડપારડીમાં 42 વર્ષની મહિલા,દુલસાડમાં 30 વર્ષનો યુવાન,પારડી ડુમલાવમાં 17 વર્ષીય યુવક,પોલીસ લાઇનમાં 23 વર્ષની યુવતી,જીઆઇડીસીમાં પુરૂષ ઉ.40,વાપી ચલામાં યુવતી ઉ.19,છીરીમાં યુવાન ઉ.34,ધરમપુર ખારવેલમાં 42 વર્ષીય પુરૂષ,કપરાડા વારોલીમાં 38 વર્ષીય મહિલા,માંડવામાં 15 વર્ષીય તરૂણ અને 18 વર્ષીય યુવક મળી કુલ 17 કેસ નોંધાયા હતા.આ સાથે જીલ્લામાં 12 દર્દીએ કોરોનાને માત આપતાં સાજા થઇ ગયા હતા.એક્ટિવ કેસનો આંકડો 100 પર પહોંચી ગયો હતો. બુધવારે અચાનક કોરોના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું.

અન્ય સમાચારો પણ છે...