તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વલસાડમાં પસંદગીનો મોબાઇલ નંબરની લાલચે 16 હજારની ઠગાઇ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સીમકાર્ડ એક્ટિવ ન થતાં પૈસા પરત માગતા ઇન્કાર કર્યો

વલસાડ નજીક ચણવઇ રહેતા નજીબ નઇમુદ્દીન કાઝીએ તેમના મોબાઇલ ઉપર 24 મે 2019ના રોજ એક કોલ આવ્યો હતો જેમાં તેણે હું ધ્રુવિલ અશ્વિનકુમાર મહેતા અમદાવાદ ખાતે આવેલ વોડાફોન હાઉસનો મેનેજર બોલું છું,તમોને તમારા નંબરને મળતો આવતો નંબર આપવા પસંદગી થઇ છે જેની પૂછપરછ કરતા રૂ.11500માં નવો સિલેક્ટેડ મોબાઇલ નંબર મળી જશે તેવું જણાવ્યું હતું.તેના માટે વલસાડ વોડાફોન સ્ટોરમાંથી સીમકાર્ડ લઇને મને વોટ્સ અપ કરવાનું રહેશે જે કાર્ડ ઉપર નવો નંબર ચાલૂ કરી દઇશ,જે નવો નંબર તમારે 3 માસ સુધી પોસ્ટપેઇડ તરીકે વાપરવાનો રહેશે.

તેમ કહેતા ગ્રાહક નજીબ કાઝીએ હા પાડી હતી. પૈસા બેંક એકાઉન્ટમાં નાખતા પહેલા ગેરંટી માગી હતી જેમાં મોબાઇલ નંબર ચાલૂુ કરવા ખાત્રી આપી હતી. સર્વિસ પ્રોઇવાડર કંપનીના આ મેનેજરે તેમના આધારકાર્ડ અ્ને પાનકાર્ડ નજીબના ફોન પર વોટ્સઅપ કર્યા હતા.જેમાં સરનામુ ડી-10, આશીર્વાદ એપાર્ટમેન્ટ, દેનાબેંક સામે,ભીમજીપૂરા ન્યૂ વાડ્ઝ અમદાવાદનું હતું.

જેના પર વિશ્વાસ મૂકી 11500 સિન્ડીકેટ બેંક નારણપુરાની બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.ત્યારબાદ ફરી ધ્રુવિલનો ફોન આવ્યો અ્ને સ્કીમ હેઠળ બીજો સીમકાર્ડ લેવા જણાવતા વધુ રૂ.5 હજાર બેંકમાં નાખ્યા હતા.આમ છેલ્લા બે વર્ષથી 2 સીમકાર્ડ ખરીદવા છતાં નવા નંબર ચાલૂુ ન થતાં વારંવાર ફરિયાદો કરતાં તેમણે હવે ભૂલી જવા અને નંબર ચાલૂુ કરવા ઇન્કાર કરી દઇ ધમકી આપી હતી.

છેવટે વિશ્વાસઘાત થતાં ગ્રાહક નજીબ કાઝીએ વોડાફોન સર્વિસ પ્રોવાઇડરના કહેવાતા કથિત મેનેજર ધ્રુવિલ મહેતા વિરૂધ્ધ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...