તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:જિલ્લામાં કોરોનાના વધુ16 કેસ, નિયમોનું સખ્તાઇથી અમલ કરવા મથામણ

વલસાડ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધાર્મિક સ્થળોએ માસ્કનો ફરજિયાત અમલની તાકીદ
 • નિયમનો અમલ ન થાય તો ટ્રસ્ટીઓ સામે FIR થશે

વલસાડ જિલ્લામાં સોમવારે આરોગ્ય તંત્રના ચોપડે વધુ 16 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા હતા.વધતા સંક્રમણને લઇ તંત્રએ કોવિડ ગાઇડ લાઇનનું સખતાઇથી પાલન કરવા આદેશ જારી કર્યા છે. જિલ્લામાં એપ્રિલ-2021થી કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે આગળ વધતા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.

કલેકટર આર.આર.રાવલે કોવિડ-19ની ગાઇડલાઇનનો ભંગ કરનારાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.જેમાં મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ કોઇપણ જાતની ભીડભાડ ન થાય તેમજ માસ્ક વિના કોઇને પ્રવેશ ન આપવા જણાવ્યું છે.ધાર્મિક સ્થળોએ માસ્ક અને સોશ્યિલ ડિસ્ટેન્સિંગનો 100 ટકા અમલ કરાવવાની જવાબદારી તેના વહીવટકર્તાઓની રહેશે અને તેમાં ચૂક થશે તો તેમની જવાબદારી નક્કી કરાશે તેવી ચીમકી કલેકટરે આપી છે.કલેકટરે 5 એપ્રિલ 2021થી જિલ્લામાં તમામ વેપારીઓને રાત્રે 8 પછી દૂકાનો બંધ કરવા કરેલી અપીલને સારો પ્રતિસાદ મળતા કલેકટરે તેમને બિરદાવ્યા હતો.

વલસાડ તાલુકામાં 8 કેસ ક્યાં નોંધાયા
કો‌ળીવાડ,હનુમાનભાગડામાં 30 વર્ષીય યુવાન,રેલવે કોલોનીમાં 34 વર્ષીય મહિલા, તિથલરોડ પર 53 વર્ષીય મહિલા,કોસંબા પ્રિતમનગરમાં 65 વર્ષીય વૃધ્ધા અને 34 વર્ષીય મહિલા, છીપવાડ પ્રિતમપ્લાઝામાં 62 વર્ષીય વૃધ્ધા અને 27 વર્ષીય મહિલા, રેલવે યાર્ડમાં 43 વર્ષીય પુરૂષ પારડીમાં 4,ધરમપુરમાં 2 અ્ને કપરાડામાં 1 પોઝિટિવ વરઇ પટેલ ફ.માં 52 વર્ષીય મહિલા,પાર્થ પ્લાઝા 202માં 37 વર્ષીય પુરૂષ અને 34 વર્ષીય મહિલા,ઉદવાડા ઉગમણાં ફ.માં 43 વર્ષીય મહિલા,ધરમપુર નાની વહીયાળમાં 52 વર્ષીય આધેડ,લવજી ગલી શાકભાજી માર્કેટમાં 51 વર્ષીય મહિલા,કપરાડા ચાવશાળા વડપાડામાં 22 વર્ષીય યુવક

દૂકાનો, ઉદ્યોગોમાં નિયમનો ભંગ થશે તો સીલ કરાશે
કલેકટરે કોવિડની માર્ગદર્શિકાનો સખતાઇથી અમલ કરવા દૂકાનદારો, વેપારીઓ, આદ્યોગિક એકમોમાં માસ્ક અને સોશ્યિલ ડિસ્ટેન્સિંગનો ભંગ થશે એકમો દૂકાનો સીલ કરી દેવા ફરમાન કર્યો છે.

ક્રિકેટ મેચ, સભા, મેળાવડા, જુલુસ, કાર્યક્રમો પર રોક
કોરોના સંક્રમણને નિયંત્રણમા લેવા કલેકટરે ક્રિકેટ મેચ,સભા,જુલુસો અને મનોરંજન કાર્યક્રમો થતા હોવાનું માલુમ પડશે તો પોલીસને આવા વ્યક્તિઓ સામે કાયદાકીય પગલાં ભરવા સૂચના આપી છે.

દમણમાં 15- દાનહમાં 12 કેસ પોઝિટિવ
સંઘપ્રદેશ દમણમાં સોમવારે વધુ 15 કેસ પોઝિટિવ નોંધાયા હતા જે સાથે અહીં કુલ સક્રિય કેસની સંખ્યા 60 થઇ ચુકી છે. અત્યાર સુધીમાં આ પ્રદેશમાં એક વ્યક્તિનું મોત કોરોનાથી નોંધાયેલુ છે જ્યારે 1464 કેસ રિકવર થઇ ચુક્યા છે. બીજી તરફ દાનહમાં આજે નવા 12 કેસ પોઝિટિવ નોંધાયા છે. અહીં હાલમાં 139 સક્રિય કેસ છે.અત્યાર સુધીમાં 1726કેસ રિકવર થઇ ચુક્યા છે અને એક વ્યક્તિનું મોત થયેલું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો