અભિયાન:સામરવરણી અને મસાટ ગેરકાયદે 16 દુકાન, 8 ઢાબાનું ડિમોલિશન કરાયું

સેલવાસ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી જમીન ખુલ્લી કરવાનું અભિયાન દિવાળી પહેલાથી ચાલે છે

દાનહ પ્રશાસન દ્વારા છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીનો ઉપર થયેલા દબાણો દુર કરવા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે યથાવત રાખતા બુધવારે અહીંના સામરવરણી અને મસાટ ઔદ્યોગિક વસાહતનીજમીન ઉપર ગેરકાયદે બદાણ કરી ધમધમતી 16 દુકાન અને 8 ઢાબાને જમીનદોસ્ત કરી સરકારી જમીન ખુલ્લી કરી હતી.

કલેકટરના દિશાનિર્દેશ અનુસાર સામરવરણી અને મસાટ ગામમાં સરકારી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જગ્યા પર કેટલાક લોકોએ ગેરકાયદે કબજો કરી બાંધકામ કરેલું હોવાથી મામલતદાર સેલવાસની ટીમે સ્થળ પર પહોચી 16દુકાનો અને 8 ઢાબા જે ગેરકાયદે ઉભા કરવામાં આવેલા હતા તેને જેસીબી દ્વારા દૂર કરવામાં આવ્યા છે.પ્રશાસન દ્વારા જનતાને અનુરોધ કર્યો છે કે, સરકારી જમીન,સરકારી કોતર અને નહેર પર ગેરકાયદેસર અતિક્રમણ,કબજો કરેલો હોય તો એને જાતે જ હટાવી દે, નહિ તો પ્રશાસન તેને દૂર કરશે અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે.

અન્ય સમાચારો પણ છે...