વિકાસના શ્રીગણેશ:વલસાડ તાલુકામાં નલ સે જલ યોજના હેઠળ 15.52 કરોડના કામો થશે

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરી અને ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયા

વલસાડ તાલુકાના 11થી વધુ ગામોમાં 15.52 કરોડના ખર્ચે વિવિધ 12 જેટલી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા વિકાસકીય કામોના ખાતમુહૂર્ત પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરી અને ધારાસભ્ય ભરતભાઇ પટેલના હસ્તે કરાયા હતા. જિ.પં.પ્રમુખ અલકાબેન શાહ, સાંસદ કે.સી.પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, જ્યોતિગ્રામ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક વીજળી આપવાની સાથે પૂરતા દબાણથી વીજળી મળે તે માટે દરેક વિસ્તારોમાં 66 કે.વી સબ સ્ટેશન સ્થાપિત કરાયા છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રસ્તા, દરેક ઘરમાં નળથી મળી રહે તે માટે નલ સે જલ યોજનાની કામગીરી પુર ઝડપે પ્રગતિમાં છે, જે સપ્ટેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યું છે. સમગ્ર વલસાડ જિલ્લામાં 1500 કરોડ રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા યોજનાઓની કામગીરીઓ થઈ રહી છે.

વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે તેમના વિસ્તારમાં થયેલા વિવિધ વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમોમાં જિ.પ. પ્રમુખ અલકાબેન શાહ,ધારાસભ્ય ભરતભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, તા.પં. પ્રમુખ કમલેશભાઈ ઠાકોર, ઉપપ્રમુખ દેવાંશી પટેલ, તા.પં. કારોબારી ચેરમેન ગિરીશભાઈ ટંડેલ, તાલુકા સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ આશીષભાઈ ગોહિલ, સંબંધિત ગામોના સરપંચ, પાણી પુરવઠા નાયબ કાર્યપાલક ઈજનેર આશાબેન પટેલ, જિ.પં. નાયબ કાર્યપાલક ઈજનેર નિલયભાઈ નાયક, જિલ્લા-તાલુકા પંચાયત સભ્‍યો, ગ્રામ પંચાયત સભ્‍યો, ગ્રામજનો મોટી સંખ્‍યામાં હાજર રહયા હતા.

આ ગામોમાં પાણી પુરવઠા કામો કરાશે
પારનેરાપારડી હાઇવે સુધી સુગર ફેક્‍ટરી, વાડી ફળિયા અને વાંકી ફળિયા જોઇનિંગ લાઇન, વલસાડ ધરમપુર રોડ,રૂ.2 કરોડ, વલસાડ પારનેરા પારડી રેલવે ફાટકથી બારચાલી ખોખરા ફળિયા અને સુગર ફેકટરી સુધી 1.02 કરોડ,પારનેરા પારડી ચકનોરી ફળિયા રોડ, રૂ.35 લાખ,પારનેરા પારડી નલ સે જલ યોજના કાર્યક્રમ હેઠળ પાઇપ લાઇનના કામો, રૂ.64 લાખના ખર્ચે મગોદ મુખ્‍ય રસ્‍તાથી હળપતિવાસ જોઇનીંગ સીવીલ રોડ, રૂ.510 લાખના ખર્ચે મગોદ ડુંગરી મોટી છાપરી દરિયાકાંઠા જોઇનિંગ નારિયા છેડા રોડ, રૂ.36 લાખના ખર્ચે મગોદ ડુંગરી ગામે ટાંકી, રૂ.419 લાખના ખર્ચે દિવેદ, હરિયા જૂથ યોજનામાં 11 ગામોમાં સ્ટોરેજ, ટાંકી તથા પાઇપલાઇનના નલ સે જલ યોજના હેઠળના કામો, રૂ.45 લાખના ખર્ચે દિવેદ આહીરવાસ રોડ, રૂ.27 લાખના ખર્ચે ભગોદ પાંડુરંગ શાસ્ત્રી ઉપવન રોડ, રૂ.30 લાખના ખર્ચે નનકવાડા વિલેજ રોડના કામો કરાશે.

અન્ય સમાચારો પણ છે...