ચોરી:ગાજીપુર ટ્રેનમાંંથી1.55 લાખના દાગીનાની ચોરી

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇટાવાથી મુંબઇ જતાં દંપતિની બેગ ચોરાઇ

ઇટાવા રેલવે સ્ટેશનેથી મુંબઇ વેસ્ટ ભાંડુપમાં રહેતા નીતિન ઓરાજીવ વર્મા તેમના પત્ની સાથે મુંબઇ આવવા માટે ગાજીપુર બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેનના કોચ નં.એસ-8માં બેઠા હતા.જેમાં તેમની સીટની બાજૂની સીટના નીચે તેમણે ટ્રોલી બેગ અને 3 નાની બેગ પોતાની સીટની નીચે મૂકી દીધી હતી.દરમિયાન રાત્રિએ રતલામ સ્ટેશન આવતા તેઓ સૂઇ ગયા હતા.

વલસાડ આવતા દરમિયાન રસ્તામાં વડોદરા અને સુરતના પેસેન્જરો રાત્રિએજ ઉતરી ગયા હતા.વલસાડ આવતાં દરમિયાન તેઓ ઉંઘમાંથી જાગી બાજૂની સીટ નીચે મુકેલી ટ્રોલી બેગ જોતા ગાયબ જણાઇ હતી.જેમાં એક પાકિટમાં રૂ. 85 હજારની કિમતનો સોનાનો હાર અને રૂ.70 હજારની સોનાની 4 બંગડીઓ હતી.આ બેગમાં ભરેલા રૂ.1.55 લાખના દાગીના સાથે ટ્રોલીબેગ ચોરાઇ જતાં નીતિન વર્માએ વલસાડ રેલવે સ્ટેશને ઉતરી જીઆરપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...