તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:વલસાડ બંગલામાંથી1.50 લાખના દાગીનાની ચોરી

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફાયનાન્સ કંપનીનો મેનેજર વતન ગયો હતો

વલસાડના મોગરાવાડીમાં એક બંધ બંગલામાં કોઇ ચોર ઇસમોએ દરવાજાનું તાળુ તોડી લગ્નપ્રસંગે ભેટમાં મળેલો રજવાડી ઘાટનો સોનાનો સેટ સહિત રૂ.1.50 લાખના સોનાના દાગીના અને રોકડા રૂ.24 હજાર મળી કુલ રૂ.1.74 લાખની મતા ચોરી ગયા હતા.વલસાડના મણિનગર સોસાયટીમાં રાધાસ્વામી હાઉસમાં રહેતા પ્રાજલ સુરેશભાઇ બારોટ તેમના માતા પિતા અને પત્ની,બાળકો સાથે રહે છે.તેઓ ઇસીએલ ફાઇનાન્સ કંપનીમાં રિલેશનશીપ મેનેજર પદે નોકરી કરે છે.

28 જાન્યુઆરીએ તેઓ પોતાના ગામ બોરસદ ખાતે મંદિરના પાટોત્સવમાં ગયા હતા.દરમિયાન 31 જાન્યુઆરીએ તેમના બંધ બંગલાનું તાળું તુટેલું જોતા પાડોશી ધવલભાઇ દેસાઇએ ફોન પર જાણ કરી હતી.જેને લઇ તેઓ 1 ફેબ્રુઆરીએ વલસાડ આવી પહોંચ્યા હતા.ઘરમાં જોતા તમામ સામાન વેર‌વિખેર હતું અને કબાટ તથા તિજોરીના ખાના તુટેલા જણાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો