તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ધરમપુર રામચંદ્ર હોસ્પિ.માં ઓક્સિજન સાથે 150 બેડનું કોવિડ સેન્ટર ખુલ્લુ મૂકાયુ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધરમપુર તાલુકામાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા તૈયાર થયેલ 150 બેડની શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેરનું ઉદ‌ઘાટન ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત અને શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના સ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈ દ્વારા કરાયું હતું. શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ નામની નવી 150 બેડની હોસ્પિટલ ઓઝરપાડા ગામ, ધરમપુર તાલુકામાં, અતુલ ઇન્સ્ટિટયૂટ ઓફ વોકેશનલ એક્સિલન્સના સહયોગથી શરૂ કરી છે.

150 બેડની આ હોસ્પિટલ આઈ. સી. યુ., ઑક્સીજન સપોર્ટ, વેન્ટિલેટરની સુવિધા તથા કુશળ ડોક્ટરોની ટીમથી સજ્જ છે. જેના કારણે આસપાસના અનેક ગામડાઓનાં દર્દીઓને શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેરની આરોગ્ય સેવાઓ તથા કોવિડ વાયરસ સામે લડવામાં મદદ કરશે. વિડીયો કોન્ફરન્સથી યોજાયેલા કોવિડ કેર હોસ્પિટલના ઉદ‌ઘાટન પ્રસંગમાં સાંસદ ડો. કે. સી. પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, કલેકટર રાવલ, જિલ્લા પ્રમુખ હેમંતભાઇ કંસારા, સંસ્થાના ટ્રસ્ટીઓ અને દેશ-વિદેશમાં સ્થિત અનુયાયીઓ પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...