કોરોના અપડેટ:વલસાડમાં 15 વર્ષીય તરૂણ, વાપીમાં યુવક સહિત 3 પોઝિટિવ

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તિથલ રોડ અને અબ્રામાના 4 દર્દીએ કોરોનાને માત આપી

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસો થોડાવત્તા પ્રમાણમાં નોંધાઇ રહ્યા છે.તેમાં ખાસ કરીને વલસાડ તાલુકામાં કોરોના પોઝિટિવના કેસ જ સપાટી પર આવી રહ્યા છે.ગુરૂવારે વલસાડ અને વાપી સહિત કુલ 3 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા.જેની સામે જિલ્લાના 4 દર્દીએ કોરોનાને માત આપી હતી.

દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણમાં ભારે ઉછાળો આવવાની શક્યતા દર્શાવાઇ રહી હતી.જો કે દિવાળી પછી પણ કેસો સામે આવ્યા છે પરંતું મર્યાદિત પ્રમાણમાં જોવા મળતાં રાહત અનુભવાઇ રહી છે.જિલ્લામાં ધરમપુર,કપરાડા,ઉમરગામ તાલુકામાં લગભગ કોઇ કેસ આવતા નથી.જ્યારે પારડી અને વાપી તાલુકામાં જૂજ કેસ નોંધાઇ રહ્યા છે.જો કે વલસાડ તાલુકામાં 1 થી 4 અને ક્યારેક 5 સુધીની સંખ્યામાં કોરોના પોઝિટિવના કેસો જોવા મળી રહ્યા છે.ગુરૂવારે વલસાડના નનકવાડામાં 15 વર્ષીય તરૂણ અને વાપી છરવાડા રોડ ઉપર રહેતો એક 18 વર્ષીય યુવક કોરોના સંક્રમિત થયો હતો.

ઉપરાંત વલસાડ અબ્રામા વિસ્તારનો એક 35 વર્ષીય યુવાન પણ પોઝિટિવ આવ્યો હતો. બીજી તરફ વલસાડ તિથલ રોડના 56 વર્ષીય મહિલા અને 59 વર્ષીય પુરૂષ,લક્ષ્મી રેસિડન્સીમાં 36 વર્ષીય યુવાન અને અબ્રામાની 39 વર્ષીય મહિલા મળી 4 દર્દી કોરોના મુક્ત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...