તપાસ:ડુંગરીની 15 વર્ષીય સગીરાનું અપહરણ

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 દિવસથી ગુમ સગીરાના હજી કોઇ સગળ નથી

વલસાડના ડુંગરી પંથકના એક ગામની 15 વર્ષીય સગીરા 8 દિવસથી ગુમ થઇ જતાં ડુંગરી પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ સગીરા રાત્રિના સમય દરમિયાન ઘરેથી ગુમ થઇ હોવાનું જાણવા મળ્યું છે. વલસાડ તાલુકાના ડુંગરી પંથકના ગામમાં રહેતા એક શ્રમિક ખેત મજૂર પરિવાર 16 નવેમ્બર 2021ના રોજ રાત્રે જમી પરવારી સૂઇ ગયું હતું.

દરમિયાન તેમની 15 વર્ષીય પૂત્રી રાત્રે બે વાગ્યે નજરે પડી ન હતી.આસપાસ તપાસ કરવા છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો.જે આજ દિન સુધી મળી આવી ન હતી.જેને લઇ પરિવારજનોએ ડુંગરી પોલીસ મથકે પહોંચી તેમની સગીર પૂત્રી ગુમ થઇ હોવાનું અને 8 દિવસથી તેના કોઇ સગળ મળ્યા ન હોવાનું જણાવતાં પોલીસે આ મામલે સગીરાના અપહરણની ફરિયાદ દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...