• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • 15 Members Of JDU From Dadra Nagar Haveli District Panchayat Join BJP, Taking The Number Of BJP Members To 18 In The District Panchayat

સત્તા પરિવર્તન:દાદરા નગર હવેલીની જિલ્લા પંચાયતના JDUના 15 સભ્યો ભાજપમાં જોડાયા, જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્યોની સંખ્યા 18 થઈ

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાદરા નગર હવેલીના વિકાસના કામોને જોઈને JDUના સભ્યો ભાજપ સાથે જોડાયા
  • પ્રદેશમાં પ્રફુલભાઈના નેતૃત્વમાં થયેલા વિકાસના કામોથી પ્રેરાઈને JDUના 17માંથી 15 સભ્યો ભાજપમાં જોડાયા

દાદરા નગર હવેલીની જિલ્લા પંચાયતની 20 બેઠક પૈકી 17 બેઠક JDUના સભ્યો વિજેતા થયા હતા. માત્ર 3 બેઠક ભાજપ પાસે હતી. જે બાદ છેલ્લા 2 વર્ષથી દાદરા નગર હવેલીના વિકાસના કામોને રોક લાગતા જિલ્લા પંચાયતના 17 સભ્યો પૈકી 15 સભ્યોએ JDUનો સાથ છોડીને ભાજપ સાથે જોડાવવાનો નિર્ણય કર્યો હતો. જેને લઈને આજ રોજ JDUના 15 અને BJPના 3 મળી 18 સભ્યોની બહુમતીથી ભાજપે જિલ્લા પંચાયતમાં BJPનો ભગવો લહેરાવ્યો છે. સેલવાસ ખાતે આવેલા BJPના કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોએ પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના 15 સભ્યોને સામુહિક ભાજપનો ખેસ પહેરાવી આવકાર્ય હતા. અને દિવાળી બાદ પ્રદેશના વિકાસના કામોને વધુ વેગ આપવાની જાહેરાત કરી છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં 2 વર્ષ પૂર્વે જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી પૂર્ણ થઈ હતી. જેમાં JDUના ઉમેદવારોને 17 બેઠક અને BJPના ઉમેદવારોને 3 બેઠક મળી હતી. જિલ્લા પંચાયત માં છેલ્લા 2 વર્ષ દરમ્યાન જિલ્લા પંચાયત હસ્તક થતા કામોને રોક લાગી હતી. જ્યારે અન્ય વિસ્તારોમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા દાદરા નગર હવેલીમાં વિકાસના કામોની ભરમાળ જોવા મળી હતી. દિલ્હી ખાતે JDUના આગેવાનો દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા જિલ્લા પંચાયતના કામો અટકી ગયા હતા. જેથી પ્રદેશના લોકોના કામો જલ્દી થાય તે માટે જિલ્લા પંચાયતના JDUના 17 સભ્યો પૈકી 15 સભ્યોએ BJPનો ખેસ પહેરવાનો સામુહિક નિર્ણય કર્યો હતો. જેથી BJP પાસે જિલ્લા પંચાયતની 20માંથી 18 બેઠકો થતા દાદરા નગર હવેલીની જિલ્લા પંચાયત BJPએ કબ્જે કરી લીધી હતી. સેલવાસ ખાતે આવેલી BJP કાર્યાલય ખાતે દાદરા નગર હવેલીના પ્રભારીના અધ્યક્ષ સ્થાને JDUના તમામ 15 સભ્યોનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં JDUનો છેડો ફાળીને BJPમાં જોડાનાર સભ્યોએ પ્રદેશના 2 વર્ષથી અટકેલા કામો દિવાળી બાદ શરૂ કરવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...