માનવતાનું નજરાણું:વલસાડમાં 1.45 કરોડનું નાઇટ શેલ્ટર હોમ શરૂ, 125 બેડની સુવિધાના પ્રોજેક્ટનું લોકાપર્ણ કરાયું

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ પાલિકા દ્વારા રૂ.1.45 કરોડના ખર્ચે 2 માળના વિશાળ નાઇટ શેલ્ટર હોમનું નિર્માણ કરાયું છે.વલસાડ પાલિકા દ્વારા 2017માં સોનલબેન સોલંકી દ્વારા કેન્દ્ર સરકારના અમૃતમ યોજના હેઠળ શહેરમાં ફરતા ભીક્ષુકો,નિરાધારો માટે રાતવાસો કરવા માટે નાઇટ શેલ્ટર હોમનો પ્રોજેક્ટ સરકાર સમક્ષ રજૂ કર્યો હતો,જેની લાંબી કવાયત હાથ ધરવામાં આવ્યા બાદ આ પ્રોજેકટને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.જેને નગરપાલિકાના ભાજપ શાસકોએ વહેલું પૂર્ણ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

જે પુર્ણ થતાં ધારાસભ્ય ભરતભાઇ પટેલના હસ્તે પાલિકા પ્રમુખ કિન્નરી અમિષ પટેલ,સીઓ સંજય સોનીની ઉપસ્થતિમાં શુક્રવારે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.ધારાસભ્ય ભરતભાઇ પટેલે પાલિકાના આ કામને બિરદાવી સૌ સાથે મળીને કામો આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકીએ પાલિકાના કામો વહેલા પૂર્ણ કરવા સીઓ સંજય સોનીની ભૂમિકાને બિરદાવી હતી. ચેરમેન છાયાબેન પટેલ,સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રવિન્દ્ર મહાકાલ,આરોગ્ય ચેરમેન હિતેશ ભંડારી, વિરોધપક્ષના નેતા ગીરીશ દેસાઇ,સભ્યો ઝાકીર પઠાણ,ઉર્મી દેસાઇ,પાલિકાના અન્ય સભ્યો,શહેર ભાજપ પ્રમુખ કંદર્પ દેસાઇ,પાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રસ્તે રઝળતા ભીક્ષુકોને હવે રાહત મળશે
વલસાડ શહેર વિસ્તારમાં સ્ટેશન,એસટી ડેપો,મંદિરો વિગેરે સ્થળોએ ભીક્ષુકો અને નિરાધારોને ચોમાસા,શિયાળા અને ઉનાળાનીઋતુઓમાં જીવન ગુજારતા જોવા મળે છે.આવા લોકો પ્રત્યે માનવતા અને કરૂણાની સંવેદનશીલતા દાખવી મહિલા,પુરૂષો,વૃધ્ધો,બાળકોને શરણ મળી રહે તે માટે વલસાડ નગરપાલિકાએ આ ઉમદા કાર્યને સાકાર કરી ગરીબોને શરણ પૂરું પાડવા નાઇટ શેલ્ટર હોમને વહેલુ પૂર્ણ કરવા પાલિકાના હાલના શાસકોએ ભારે કવાયત હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...