મેરેથોન:વલસાડમાં 5થી 42 કિમીની સિટી મેરેથોનમાં 1400 રનર્સ જોડાયા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ રેસર્સ ગ્રુપ- રોટરીના સંયુક્ત ઉપક્રમે આયોજન થયું

વલસાડ રેસર્સ ગ્રુપ અને રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા વલસાડ સિટી મેરેથોનનુ આયોજન કરાયું હતું. પ્રોજેક્ટ અધ્યક્ષ ઉત્પલ ઠાકોર અને સહ અધ્યક્ષ: ઉત્પલ પટેલ ના નેજા હેઠળ 5 કિમી 10 કિમી, 21 કિમી અને 42 કિમીની મેરેથોન દોડ સાથે એક રિલે રન પણ ગોઠવવામાં આવી હતી.

વલસાડ ખાતે યોજાયેલી આ સિટી મેરેથોનમાં યુવાનો,મહિલાઓ સહિત 1400થી વધુ રનરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ભાગ લેનાર તમામને મેડલ અને ફૂડ બોક્સ અને વિવિધ કેટેગરીમાં ટ્રોફી અને રોકડ ઇનામો પણ આપવામાં આવ્યા હતા. ફ્લેગ ઓફ માટે રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીકાંત અને સારિકા ઈન્દાણી હાજર રહ્યા હતા. રોટરી પબ્લિક ઈમેજ કોઓર્ડિનેટર ઝોન-4 ના પિંકી પટેલ અને વલસાડ કલેક્ટર ક્ષિપ્રા અગ્રે ઉપસ્થિત રહ્યા હતા. મેરેથોન રૂટ પર પાંચ હાઇડ્રેશન બૂથનું સંચાલન રોટેરિયન, રોટ્રેક્ટર અને નેશનલ કેડેટ કોર્પ્સ ના સ્વયંસેવકો ધ્વારા કરવામાં આવ્યું હતું.વલસાડ રેસર્સ ગ્રુપ સાથે ભાગીદારી કરવા માટે રોટરીને તક આપવા બદલ રોટરી ક્લબ વલસાડના પ્રમુખ સ્વાતિ શાહે ડૉ.કલ્પેશ જોષીનો આભાર વ્યક્ત કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...