બેન્કને ચૂનો ચોપડ્યો:વલસાડના ભીલાડની ICICI બેંકમાં બનાવટી સોનું મૂકી ગોલ્ડ લોન લેનાર 14 ઈસમો ઝડપાયા

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ ગોલ્ડ લોનની પ્રોસેસથી સારી રીતે વાકેફ હતા
  • ધાતુના દાગીના ઉપર જાડો સોનાનો ઢોળ ચડાવવામાં આવે તો તે દાગીના ટેસ્ટ દરમ્યાન ખરૂ સોનુ હોવાનુ પુરવાર થાય તેની પણ માહિતી હતી

વલસાડ જિલ્લાના ભીલાડની ICICI બેંકમાં 14 ઈસમો બનાવટી સોનું બેંક ને પધરાવી તેના પર ગોલ્ડ લોન લેનાર ટોળકી ને વલસાડ પોલીસે ઝડપી પાડી છે. જેમાં ICICI બેંકના મેનેજરની ફરિયાદના આધારે વલસાડ પોલીસે તપાસ હાથ ધરતા બેંકને રૂપિયા 20 લાખથી વધુ રૂપિયાનો ચૂનો ચોપડનાર આ ટોળકી અને તેના મુખ્ય સૂત્રધાર સહિત ટોળકીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડયા છે.

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, 30 મેના રોજ ICICI બેંક, ભિલાડ બ્રાન્ચના બ્રાંચ મેનેજર જ્ઞાનેન્દ્ર ક્રિશ્નાધર શુક્લા નાએ ભિલાડ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જેમાં ગત તા.3જી ઓગષ્ટ 2019થી તા.12 નવેમ્બર 2020ના સમચ દરમ્યાન ICICI બેંક ભીલાડ સાખામાં 17 જેટલા અલગ અલગ ગ્રાહકોએ કુલ-20 ગોલ્ડ લોન બેન્ક એકાઉન્ટો ખોલાવી બનાવટી સોનાના દાગીના વજન 803.6 ગ્રામ મોર્ગેજમાં મુકી ગોલ્ડ લોન પેટે મુકી રૂપિયા 20.85 લાખની લોન લીધી હતી. લોન લીધા બાદ ગ્રાહકોએ વ્યાજ સહિતની રકમ બેન્કને નહીં ચુકવીને બેન્ક સાથે છેતરપિંડી કરતાં ગ્રાહકો વિરૂધ્ધમાં ફરીયાદ આપતાં ભિલાડ પોલીસ મથક ના સદર ગુનાની તપાસ પો.સ.ઇ. બી.એચ.રાઠોડ, ભિલાડ નાઓએ હાથ ધરી હતી.

પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે બાતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. જેમાં ગ્રાહકો પૈકી કુલ 11 ઇસમોની સંડોવણી બહાર આવી હતી. આ આરોપીઓ ગોલ્ડ લોનની પ્રોસેસથી સારી રીતે વાકેફ હતા અને બેંકમાં સોનાના દાગીનાનુ સ્ટોન રીંગ ટેસ્ટ તથા નાઇટ્રીક એસીડ ટેસ્ટ મારફતે ટેસ્ટ થતો હોય જેમાં જો અન્ય ધાતુના દાગીના ઉપર જાડો સોનાનો ઢોળ ચડાવવામાં આવે તો તે દાગીના ટેસ્ટ દરમ્યાન ખરૂ સોનુ હોવાનુ પુરવાર થાય તેનાથી વાકેફ હતા.

આરોપીઓએ ગુનાહીત કાવતરૂ રચી આર્થિક ફાયદો મેળવવા સારૂ બનાવટી સોના જેવી પીળી ધાતુના સોનાનો ઢોળ ચડાવેલ દાગીના આરોપી સુરજ નંદકીશોર શાહુ નાઓ પાસેથી મેળવી આરોપી શશી ઉદય મોર્યાનાઓ મારફતે અલગ અલગ ગ્રાહકોની સિન્ડીકેટ ઉભી કરી ભીલાડ ICICI બેંકમાં જમા કરાવી બેંક સાથે વિશ્વાસઘાત છેતરપીંડી ઠગાઈ કરી ગુનો આચરેલાનુ જણાય આવ્યું હતું.

ઝડપાયેલા આરોપીઓ1.) શાહીદ જાહીદભાઈ ખાન 2.) આજદભાઈ જાહિદભાઈ ખાન 3.) બસિર નુરમહોમંદ ખાન 4.) મહેશસિંધ સુબેદારસિંઘ ઠાકુર 5.) શકીલ મોહમદ મુલતાની 6.) અમરતભાઈ ઈચ્છુભાઈ હળપતી 7.) ઈમરાન ખાન અકરમ ખાન પઠાણ 8.) યોગેશકુમાર અશોકભાઈ હળપતી 9.) મોહંમદઅમીન મોહંમદસિદ્દિક રાયન 10.) ફરમાન લિયાકત ખાન 11.) ફરમાન મતલુબ ખાન તમામ રહે.ભિલાડ ત્રણ મુખ્ય સુત્રધારો 1.) રફીક હુસેન શેખ 2.) શશી ઉદય મોર્યા બંને રહે, ભીલાડ તા. ઉમરગામ 3.) સુરજ નંદકીશોર શાહુ રહે. વિરાર મહારાષ્ટ્ર

અન્ય સમાચારો પણ છે...