તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઢીલો પડ્યો:જિલ્લામાં 14 કેસ, અટગામમાં 1 દર્દીનું મોત, 36 સાજા થયા

વલસાડ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વલસાડમાં 6, પારડી 5, વાપી 1, ઉમરગામ 2 કેસ, હોસ્પિટલો ખાલીખમ

વલસાડ જિલ્લામાં હવે કોરોના ઢીલો પડી રહ્યો છે.દૈનિક કેસોની સંખ્યા ઘટતા રવિવારે પણ જિલ્લામાં 14 કેસ નોંધાયા હતા.જ્યારે 1 દર્દીનું મોત થયું હતું.જો કે નવા 14 દર્દી સામે 36 જેટલા દર્દીઓ સાજા થઇ જતાં રાહત અનુભવાઇ હતી.

વલસાડ જિલ્લામાં હવે જનજીવન થાળે પડવાની શરૂઆત થઇ રહી છે.બીજી તરફ સંક્રમણને રોકવા માટે કોવિડ-19ના નિયમોના સખતાઇથી અમલ કરાવવા માટે વહીવટી તંત્ર,આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ ટીમ સાથેે સતત કામે લાગ્યું છે.દરમિયાનના પરિણામ સ્વરૂપે છેલ્લા 1 માસથી ક્રમશ: કોરોના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.રવિવારે પણ જિલ્લામાં માત્ર 14 કેસ નોંધાયા હતા.જેમાં 7 મહિલા અને 7 પુરૂષ દર્દીનો સમાવેશ થાય છે.આ સાથે વલસાડના અટગામમાં વલસાડી ફળિયામાં રહેતા 43 વર્ષીય યુવાન દર્દીનું મોત થયું હતું.જ્યારે જિલ્લામાં કુલ 36 દર્દી સાજા થઇ ઘરે પહોંચ્યા હતા.વલસાડ તાલુકામાં 6,પારડીમાં 5,વાપીમાં 1 અને ઉમરગામ તાલુકામાં 2 કેસ નોંધાયા હતા.

દમણમાં 1396 સેમ્પલમાં માત્ર 2 કોરોના પોઝિટિવ, એક્ટિવ કેસ 78, દાનહમાં 3 કેસ
સંઘપ્રદેશ દમણમાં રવિવારે ફરી એક વખત કોરોના કેસમાં એકદમ ઘટાડો જોવા મળ્યો હતો. રવિવારે આરોગ્ય વિભાગે 1396 સેમ્પલ ટેસ્ટ લીધા હતા જેમાંથી માત્ર 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાવા સંક્રમણ દરમાં ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે વધુ બે નવા કેસની સાથે 4 દર્દીઓ રીકરવ થતાં રજા આપવામાં આવી હતી જેને લઇને દમણ પ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા માત્ર 78 રહ્યા છે.દાદરા નગર હવેલીમાં નવા 03 કોરોના પોઝિટિવ કેસો રવિવારે નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 46 સક્રિય કેસ છે,અત્યાર સુધીમાં 5,744 કેસ રીકવર થઇ ચુક્યા છે. પ્રદેશમાં આરટી પીસીઆરના 251 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાથી 01 વ્યક્તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતો. રેપિડ એન્ટિજન 2,112 નમૂના લેવામાં આવેલા જેમાંથી 02 રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. 06 દર્દી રીકવર થતા રજા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...