વલસાડ જીઆરપી પોલીસ મથકે મુંબઇને એક મહિલાએ રૂ.1.30 લાખના સોનાના દાગીના અને રૂ.4 હજાર રોકડા સહિત રૂ.1.34 લાખની મતા ભરેલુ સોલ્ડર બેગ કચ્છ એક્સપ્રેસમાંથી કોઇ ઇસમો ચોરી ગયા હોવાની ફરીયાદ નોંધાવી છે.કચ્છથી મુંબઇ જવા નિકળેલી આ મહિલાનું બેગ વલસાડ નવસારી વચ્ચે ચોરાઇ ગયું હોવાનું જાણવા મળ્યું હતુ.મુંબઇના અંધેરી વેસ્ટ,તેલુગુ ચર્ચની બાજૂમાં રહેતી મહિલા વનિતા બેન હિતેશભાઇ ભુટક તેમના સાસુ સસરા બિમાર હોય ભૂજ ગઇ હતી,જ્યાંથી 10 જાન્યુઆરીએ તેમના જેઠ અને પરિવાર સાથે મુંબઇ પરત આવવા કચ્છ એકસપ્રેસમાં રિઝર્વેશન કરાવી નિકળી હતી.
દરમિયાન તેઓ ટ્રેનમાં સૂઇ ગયા હતા અને રૂ.1.30 લાખના સોનાનું મંગળસૂત્ર,પેન્ડલ,બંગળીઓ મળી રૂ.1.30 લાખના દાગીના અને રૂ.4 હજાર રોકડ રકમ સાથેનું સોલ્ડર બેગ તેમની સીટના નીચે રાખ્યું હતું.દરમિયાન તેઓ 11 જાન્યુઆરીએ બોરિવલી આવતાં બેગ ગાયબ થઇ ગયેલું જણાયું હતું.ટીસી અને આરપીએફ,જીઆરપીને જાણ કરતા તેમણે વલસાડ જીઆરપીમાં ફરિયાદ નોંધાવવા જણાવતા આ મહિલાએ નવસારી જીઆરપીમાં તપાસ કર્યા બાદ વલસાડ રેલવે પોલીસ મથકમાં રૂ.1.34 લાખની મતા ભરેલું સોલ્ડર બેગ ટ્રેનમાં મૂસાફરી દરમિયાન કોઇ ચોર ઇસમો ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.