• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • 13 Students Studying In Ambheti Ashram School In Kaprada Taluka Of Valsad Became Infected, Health Department And School System Rushed.

કોરોનાના કેસમાં ઉછાળો:વલસાડના કપરાડા તાલુકાની અંભેટી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા 13 વિદ્યાર્થિઓ સંક્રમિત બન્યા, આરોગ્ય વિભાગ અને સ્કૂલ તંત્રમાં દોડધામ

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 દિવસ પહેલા આજ આશ્રમ શાળાના 2 વિદ્યાર્થીઓ સંક્રમિત જાહેર થયા હતા.
  • આજે આશ્રમ શાળામાં ટેસ્ટિંગ કેમ્પ રાખતા 13 વિદ્યાર્થીઓ સંક્રમિત જાહેર થયા​​​​​​​​​​​​​​

રાજ્યમાં ફરી કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લામાં 2 દિવસ પહેલા કપરાડાના અંભેટીની નવોદય આશ્રમ શાળા ખાતે રહેતી 2 વિદ્યાર્થિની સંક્રમિત જાહેર થઈ હતી. આજે આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ કેમ્પ રાખતા વધુ 13 વિદ્યાર્થીઓ સંક્રમિત જાહેર થતા કપરાડા તાલુકા અને વલસાડ જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સંક્રમિત જાહેર થયેલા તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને બાકી રહેલા વિદ્યાર્થીઓને પણ હોસ્ટેલમાં અલગ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લામાં આજે કોરોનાના કુલ 22 નવા કેસ નોંધાયા
ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લા કલેક્ટરે જિલ્લામાં સંક્રમણ ન વધે તે માટે જરૂરી તકેદારી રાખવા આરોગ્ય વિભગની ટીમને સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને સમયસર કોરોના ટેસ્ટ કરવી લેવા અપીલ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં આજે 22 જેટલા લોકો સંક્રમિત જાહેર થયા હતા. જે પૈકી કપરાડા તાલુકાના અંભેટી નવોદય આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાહેર થતા તાલુકા અને જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. 2 દિવસ પહેલા કપરાડા તાલુકામાં આવેલી અંભેટી આશ્રમ શાળામાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થિનીઓ સંક્રમિત જાહેર થઈ હતી. આજ રોજ તે વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા અને અન્ય વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ નો કેમ્પ અંભેટી આશ્રમ શાળા ખાતે રાખવામાં આવ્યો હતો. જે પૈકી 13 વિદ્યાર્થીનીઓ સંક્રમિત જાહેર થતા તાલુકા અને જિલ્લાનું આરોગ્ય વિભગની ટીમ દોડતી થઈ ગઈ હતી.

તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા
આરોગ્ય વિભગની ટીમે સંક્રમિત જાહેર થયેલા તમામ વિદ્યાર્થીઓને હોસ્પિલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓને પણ હોસ્ટેલમાં જ આઈસોલેશનમાં રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. હોસ્ટેલ ખાતે જિલ્લા આરોગ્ય વિભગની એક ટીમ મુકવામાં આવી છે.

કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રાખવામાં આવ્યા
કપરાડા તાલુકાના અંભેટી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વધુ 13 વિદ્યાર્થીઓ સંક્રમિત જાહેર થતા તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે. સંક્રમિત દર્દીઓને અલગ રૂમમાં કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેલા વિદ્યાર્થીઓને પણ હોસ્ટેલમાં અલગ રૂમમાં કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જેથી સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...