કોરોના સંક્રમણ:વલસાડ જિલ્લામાં 2 યુવક, 2 યુવતી સહિત 13 દર્દી પોઝિટિવ

વલસાડ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોઝિટિવ 22 દર્દીએ કોરોનાને માત આપી સાજા થયા

વલસાડ જિલ્લામાં કોરોનાની આગેકૂચ સતત જારી રહી છે.ગુરૂવારે વધુ 13 નવા દર્દી સામે આવ્યા હતા.જેમાં 2 યુવક અને 2 યુવતી પણ પોઝિટિવ આવી હતી.બીજી તરફ જિલ્લામાં પોઝિટિવ આવેલા 22 દર્દીએ કોરોનાને માત આપતા રાહત અનુભવાઇ હતી.

નવા કેસોમાં વલસાડમાં 6 દર્દી જેમાં અબ્રામા 13 વર્ષીય તરૂણ,સોનવાડામાં 38 વર્ષની મહિલા,આંધિયાવાડમાં 32 વર્ષીય યુવાન,મોગરાવાડીમાં 40 વર્ષીય મહિલા,સોનવાડામાં 22 વર્ષની યુવતી,ગુંદલાવમાં 28 વર્ષનો યુવાન,પારડી ભંડારવાડમાં 17 વર્ષીય યુવતી,વાપી ગોકુલ વિહારમાં 49 વર્ષનો પુરૂષ,પારડી કોથરવાડીમાં 37 વર્ષીય મહિલા,ધરમપુર ખારવેલમાં 19 વર્ષીય યુવક,કપરાડા માડવામાં 37 વર્ષનો યુવાન,37 વર્ષીય મહિલા અને મનાલામાં 21 વર્ષીય યુવક પોઝિટિવ થયા હતા.

આ સાથે 22 પોઝિટિવ દર્દીઓ કોરોનાથી સાજા થઇ જતાં વલસાડ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યાનો આંકડો 91 પર સ્થિર થયો હતો. દમણ આરોગ્ય વિભાગ દ્વારા ગુરૂવારે 79 સેમ્પલો લેવામાં આવ્યા હતાં. સેમ્પલ પૈકી ચારના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આમ દમણ જિલ્લામાં હાલ કોરોનાના 9 કેસ એક્ટિવ રહ્યા છે. કોરોનાએ પુન: ઉથલો મારતા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ પંચાયત અને ડીઆઇએ હોલમાં પ્રિકોશન બુસ્ટરડોઝ આપવાની વ્યવસ્થા કરી છે.

દાનહમાં 4 કેસ નોંધાતા 12 કેસ સર્કિય
દાનહમાં ગુરૂવારે કોરોનાના નવા 4 કેસ પોઝિટિવ નોંધાતા પ્રદેશમાં હાલમાં સર્કિય કેસની સંખ્યા 12 થઇ છે. કોરોનાકાળથી અત્યાર સુધીમાં 6329 કેસ રીકવર થઇ ચુક્યા છે.તો ત્રણ વ્યક્તિનું મોત થયેલું હોવાનું જાહેર થયું છે.આજે પ્રદેશમાં આરટીપીસીઆરના 235 નમૂના લેવામાં આવ્યા હતા.જેમાંથી 4 વ્યક્તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. જે સાથે પ્રદેશમાં 4કંટાઈમેન્ટ ઝોન જાહેર થયા છે.તો આજે 1 દર્દી રીકવર થતા રજા આપ આવી છે.

અન્ય સમાચારો પણ છે...