ખેલીઓ ઝડપાયા:વલસાડની નેશનલ ઈંગ્લીશ સ્કૂલ સામે ખુલ્લા મેદાનમાં જુગાર રમતા 13 ઝડપાયા, 50 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાતમીના આધારે LCBની ટીમે રેડ કરી હતી

વલસાડ શહેરના નજીક આવેલા ગ્રીન પાર્ક વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલ પાસે કેટલાક ઈસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી તથા રમાડી રહ્યા હોવાની બાતમી LCBની ટીમને મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ LCBની ટીમે 13 સ્થાનિક જુગારીઓને ઝડપી પાડયા હતા. વલસાડ LCBની ટીમે કુલ રોકડા 13 હજાર 830 અને 9 મોબાઈલ મળી કુલ 50 હજાર 330નો મુદ્દામાલ કબ્જે કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
વલસાડ LCBની ટીમને સ્થાનિક લોકોએ આપેલી લેખિત ફરિયાદના આધારે ગ્રીન પાર્ક વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલના મેદાન સામે આવેલી ખુલ્લી જગ્યામાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો હોવાની લેખિત ફરિયાદ મળી હતી. સાથે આજ રોજ વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે ગ્રીનપાર્ક વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલના ગ્રાઉન્ડ સામે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી તથા રમાડી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે LCBની ટીમે રેડ કરી ચેક કરતા કેટલા ઈસમો ગોળ કુંડાળું વળીને કેટલાક ઈસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. વલસાડ LCBની ટીમે તમામ આરોપીઓને કોડન કરીને રેડ કરતા કુલ 13 જુગારીઓને ઝડપી પાડયા હતા. વલસાડ LCBની ટીમે રોકડા રૂ. 13 હજાર 830, અને 9 મોબાઈલ મળી કુલ 50 હજાર 330નો મુદ્દામાલ કબ્જે કરો સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...