વલસાડ SOGની ટીમ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહી હતી દરમ્યાન કોપરલી ખાતે આવેલા સો મિલમાં એક પિકઅપ ટેમ્પોમાં બિલ વગર સાગી લાકડાનો જથ્થો વહેરવા લાવ્યો હોવાની બાતમી મળતા તાત્કાલિક વલસાડ SOGની ટીમે કોપરલી ખાતે આવેલી અંબિકા સો મિલ ખાતે ચેક કરતા સાગી લાકડાનો 12 નંગ જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ SOGની ટીમે લાકડાનો જથ્થો અને ટેમ્પો કબ્જે કરી ટેમ્પો ચાલકની અટકાયત કરી હતી. વન વિભાગની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ SOGની ટીમ વલસાડ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન SOGની ટીમને મળેલી બાતમીના આધારે કોપરલી ખાતે આવેલી અંબિકા સો મિલમાં એક પિકઅપ ટેમ્પો ન. DN-09-E-9578માં બિલ વગર સાગી લાકડાનો જથ્થો વહેરવા લાવ્યો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ SOGની ટીમે કોપરલી ખાતે આવેલી અંબિકા સો મિલ ખાતે જય ચેક કરતા બાતમી વાળો પિકઅપ ટેમ્પો મળી આવ્યો હતો. અને ટેમ્પમાં 12 લાકડાની પાટ મળી આવી હતી. ટેમ્પો ચાલક સંજય જયંતીલાલ માહતુંની અટકાયત કરી પૂછપરછ કરતા વન વિભાગના ખાતેદાર પાસેથી લાકડાનો જથ્થો ખરીદી કોપરલી ખાતે આવેલી લાકડાની સો મિલમાં લાકડા વહેરવા લાવ્યો હોવાનું જણાવ્યું હતું. વલસાડ SOGની ટીમે લાકડાના જથ્થાની બિલ પરવાનગી માંગતા ટેમ્પો ચાલક પાસેથી બિલ મળ્યા ન હતા. જેથી વન વિભાગની ટીમની મદદ લઈને લાકડાનો જથ્થો વાપી ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો. અને ડુંગરા પોલીસ મથકે 41(1) ડી મુજબ નોંધ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ વન વિભાગની ટીમે સાગી લાકડાનો જથ્થો ચેક કરતા 0.871 મીટર સાગના લાકડાનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું.
વન વિભાગની ટીમે ચેક કરતા મોટી વાહિયાળ ખાતે વન વિભાગમાં ખાતેદાર પાસેથી લાકડાનો જથ્થો સંજય માહતુંએ ખરીદી કર્યો હતો. અને ખાતેદાર પાસેથી નોંધ કરાવ્યા વહાર લાકડાનો જથ્થો સો મિલમાં વહેરવા લઈ આવ્યો હતો. અને સો મિલ સંચાલિકા જાગૃતિબેન ઉમેશભાઈ પાંચાલ કોઈપણ બિલ કે પરમિશન ચેક કર્યા વગર લાકડાનો જથ્થો વહેરવાનું કામ હાથમાં લેતા તેમની સો મિલમાં કેસનો યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી સો મિલમાં લાકડા વહેરવાની કામગીરી બંધ કરવાની વન વિભાગે સો મિલ સંચાલીકને સૂચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.