કોરાના:વલસાડ જિલ્લામાં કોરાનાના 12 નવા દર્દી, 91 એક્ટિવ કેસ

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપીમાં બાળકી, અંભેટીમાં વિદ્યાર્થી સંક્રમિત થયો

વલસાડ જિલ્લામાં કોરોનાના કેસો હજી અટકતા નથી.સંક્રમણ સતત વધતો રહેતાં બુધવારે વધુ 12 નવા દર્દી સામે આવ્યા હતા.જેના પગલે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 91 પર સ્થિર રહી હતી.વલસાડમાં સૌથી વધુ 7 કેસ,પારડી 1,વાપી 1,ધરમપુર 1 અને કપરાડા તાલુકામાં પણ 2 કેસ નોંધાયા હતા.

વલસાડના ઉંટડીમાં 40 વર્ષીય મહિલા,ફણસવાડામાં 45 વર્ષીય યુવાન,અતુલ કોલોનીમાં 24 વર્ષીય યુવતી,વશીયરમાં 39 વર્ષની મહિલા,કોસંબામાં 37 વર્ષનો યુવાન,મોટાપારસીવાડ વલસાડમાં 86 વર્ષના વૃધ્ધ,ઉંટડીમાં 58 વર્ષીય આધેડ,પારડીના ડુમલાવમાં 19 વર્ષીય યુવતી,વાપી હરિયાપાર્કમાં 5 વર્ષની બાળકી,ધરમપુરના બિલપુડીમાં 20 વર્ષીય યુવતી,કપરાડાના અંભેટીમાં 14 વર્ષીય વિદ્યાર્થી અને માંડવામાં 21 વર્ષીય યુવક પોઝિટવ આવ્યા હતા.બીજી તરફ જિલ્લામાં 19 દર્દીએ કોરોનાને માત આપી હતી.બુધવારે પોઝિટિવ થયેલા કેસોમાં 12 માંથી 7 સ્ત્રી અને 5 પુરૂષ દર્દી સંક્રમિત થયા હતા.આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યાનો આંકડો 91 પર સ્થિર થયો હતો.

વલસાડ જિલ્લામાં રોજેરોજ કોરોના દર્દીના નવા કેસો આવી રહ્યા છે. જોકે, આ બધા વચ્ચે નાનાબાળકો પણ સંક્રમિત થતા આરોગ્ય વિભાગ ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ ચોમાસામાં ખાસ જોવા મળતો લેપ્ટોનો કેસ પણ મંગળવારે નોંધાયો હતો. આમ બેવડા રોગને લઇ આરોગ્ય વિભાગ દોડતુ થયું છે.

અન્ય સમાચારો પણ છે...