બે દિવસની રજા પહેલા ઉમેદવારી:વલસાડમાં આજે 12 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા, સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા તમામ રાજકીય પક્ષઓમાં ઉમેદવારોની પસંદગીને લઈને ગતિવિધિ તેજ બની છે. વલસાડ જિલ્લાની વિધાનસભાની 5 બેઠકો ઉપર કુલ 72 ઉમેદવારો ઉમેદવારી ફોમ લઈ ગયા હતા. જે પૈકી આજે વલસાડ જિલ્લામાં 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જે મળી વલસાડ જિલ્લામાં કુલ 13 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાંથી ધરમપુર બેઠક ઉપર 1, વલસાડ બેઠક ઉપર 1, પારડી બેઠક ઉપર 4, કપરાડા બેઠક ઉપર 5 અને ઉમરગામ બેઠક ઉપર 2 મળી અત્યાર સુધીમાં 13 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.

વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે રાજકીય કેરિયર બનાવવા ઇચ્છુક ઉમેદવારોમાં ભારે ચહલ પહલ જોવા મળી હતી. 5મી નવેમ્બરથી વલસાડ જિલ્લામાં ચૂંટણીના ઉમેદવારી ફોમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આજ દિન સુધીમાં 72 જેટલા ફોમ ઉમેદવારો અને રાજકીય પક્ષના અગ્રણીઓ જિલ્લાના અલગ અલગ ચૂંટણી વિભાગમાંથી લઈ ગયા છે. જે પૈકી કુલ 13 ઉમેદવારો અલગ અલગ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે. વલસાડ જિલ્લામાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરીને તમામ સીટીંગ ધારાસભ્યોને રિપીટ કર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારોની યાદી જાહેર કરીને તમામ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા જાતીય સમિકારણોને અને પીઢ કોંગ્રેસી કાર્યકરોને તક આપી છે. ધરમપુર વિધાનસભાની બેઠક ઉપર નામ જાહેર થવાનું બાકી છે. જ્યારે ધરમપુરના પીઢ કોંગ્રેસી અને 2 ટમ સાંસદ રહી ચૂકેલા અને હાલમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ તરીકે સેવા આપતા કિશનભાઈ પટેલે કોંગ્રેસના મેન્ડેટની અપેક્ષાએ ઉમેદવારી નોંધાવી છે.

અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાંથી અલગ અલગ ચૂંટણી અધિકારીઓ સમક્ષ કુલ 13 ઉમેદવારોએ વલસાડ જિલ્લાની વિવિધ બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવી છે. જેમાં સૌથી વધુ 12 ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવી છે. શનિવાર અને રવિવારે રજાના દિવસો હોવાથી ઉમેદવારોના ફોમ સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારી ફોમ ભરવાનો અંતિમ દિવસ સોમવારે બપીરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારી નોંધાવી શકશે. સોમવારે કેટલા નવા ઉમેદવારો વિધાનસભાની કઈ બેઠકો ઉપર કોની સામે ચૂંટણી જંગમાં ઉતરશે તેના ઉપર લોકોની મીટ મંડાઈ છે.

અન્ય સમાચારો પણ છે...