બીચ હાફ મેરેથોન:વલસાડના તિથલ બીચ પર યોજાયેલી સ્પર્ધામાં 1191 દોડવીરોએ ભાગ લીધો, ડાંગ કલેકટરે 21 કિમીની દોડ પૂરી કરી

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડનાં તિથલમાં યોજાયેલી બીચ મેરેથોનમાં 1191 દોડવીરોએ ભાગ લીધો

વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ભારતની માત્ર ત્રીજા રાજ્યમાં થતી અને ગુજરાતની દ્વિતીય બીચ હાફ મેરેથોન યોજવામાં આવી હતી. જેમાં 3 કિમિ, 5 કિમિ, 10 કિમિ અને 21 કિમી કેટેગરીમાં કુલ 1191 દોડવીરોએ ભાગ લીધો હતો. વલસાડ જિલ્લા સહિત આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દોડવીરોએ બીચ મેરેથોનમાં ભાગ લઈને સન્ડે સ્પોર્ટ્સ ક્લબની બીચ મેરેથોનને સફળ બનાવી હતી. કુલ 1191 દોડ વિરોએ બીચ હાફ મેરોથોનમાં ભાગ લીધો હતો.

આજરોજ તા. 5મી માર્ચના રોજ અરબ સાગરના કિનારે રેતીમાં યુફિઝીઓ બીચ હાફ મેરેથોનનું આયોજન સતત બીજા વર્ષે ટીમ સન્ડે સ્પોર્ટ્સ ક્લબ વલસાડ દ્વારા કરવામાં આવ્યું હતું. હાફ મેરેથોનનાં ઉદઘાટન સમારોહમાં ડાંગના કલેકટર ડૉ. વિપિન ગર્ગ, વલસાડનાં પ્રાંત અધિકારી નિલેશ કુકડિયા ઉપસ્થિત રહ્યા. ઉપરાંત અન્ય મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરથી દીવાદાંડીથી પરત મંદિર માર્ગે સોલ્ટી બીચ, સાઈ મંદિર, સૂરવાડા, રેન્જ ફોરેસ્ટ, અને મગોદડુંગરી માંગેલવાડ સુધી 10.5 કિમી બાદ વળતા મંદિર સુધીનો એકવીસ કિમીનો રેતિમય માર્ગનો દોડવીરોએ ભરપૂર આનંદ માણ્યો હતો. અમુક જગ્યાએ ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ભરતીના પાણી હતા ત્યાં આગોતરી તૈયારી સ્વરૂપે સો મીટરનો સેતુ રચી દોડવીરોને સલામત માર્ગ આપવામાં આવ્યો હતો. મેરેથોનમાં 3 કિમિ, 5 કિમિ, 10 કિમિ અને 21 કિમી કેટેગરીમાં કુલ 1191 દોડવીરોએ ભાગ લીધો હતો. ડાંગના કલેકટર ડૉ. વિપિન ગર્ગે 21 કિમી મેરેથોનમાં ભાગ લઈ સરળતાપૂર્વક મેરેથોન પાર પાડતા તેમને સૌએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યાં હતાં.

આ દોડમાં બાળકો, યુવા, યુવતીઓ, વડીલો અને પોલીસકર્મી, પત્રકાર, ડોક્ટર્સ તેમજ કલેકટર અને મામલતદાર કચેરીના ઘણા અધિકારીઓ જોડાયા હતા. ઉંમરની કેટેગરી મુજબ ત્રણ વિભાગમાં સ્ત્રી પુરુષ રોકડ ઇનામો, ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કેર એન્ડ ક્યુરના ડૉ. હેલી રાઠોડની ટીમે સેવા આપી હતી. સ્વયંસેવક તરીકે એનસીસી કેડેટ્સ વલસાડ અને ભીલાડ કોલેજના હોકી ટીમના ભાઈઓ, તથા ટીમ એસએસસીના દોડવીર ભાઈઓએ સેવા આપી હતી. આ સેવાને દોડવીરો એ સરાહી પણ ખરી.અત્યંત સાત્વિક સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ સાથે ઇવેન્ટનું સમાપન થયું હતું.

સન્ડે સ્પોર્ટસ કલબના માર્ગદર્શક નરેશભાઈ નાયકના નેતૃત્વમાં ટીમના ચિંતનભાઈ, ત્રિદિપભાઈ, આશિષભાઈ, પ્રજ્ઞેશભાઈ પાંડે, વિમલભાઈ, મિતેશભાઈ, વિનયભાઈ, ભગીરથભાઈ, કિર્તનભાઈ, જિતેનભાઈ, હિતેશભાઈ, યશભાઈ, અશ્વિનભાઈ, અંકુરભાઈ સહિત દરેક સભ્યોએ દિવસ રાત મહેનત કરી મેરેથોનને સફળ બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...