તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે કોરોના પોઝિટિવના 117 કેસ આવ્યા

વલસાડ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દમણમાં કોરોના પોઝિટિવના 44 નવા કેસ આવ્યા
 • દાદરા નગર હવેલીમાં 109 નવા કોરોના સંક્રમિત કેસ નોંધાયા

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે 117 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 3520 પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં વલસાડ તાલુકામાં 70, પારડી તાલુકામાં 06, વાપી તાલુકામાં 01, ઉમરગામ તાલુકાના 33, ધરમપુર તાલુકામાં 05 અને કપરાડા તાલુકામાં 02 કોરોના સંક્રમિત નોંધાયા હતા.

74 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 74 કોરોના સંક્રમિત દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. વલસાડ જિલ્લામાં હવે કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 2111 પર પહોંચી ચૂકી છે. વલસાડ જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન 06 દર્દીનું મૃત્યુ નીપજ્યા હતા. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 2 લાખ 51 હજાર 581 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 79 હજાર 539 લોકોને રસીનો બીજા ડોઝ અપાઈ ચૂક્યો છે.

સંઘપ્રદેશમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું

વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણમાં 44 નવા કેસ નોંધાયા છે. જેમાં RTPCRમાં 32 અને રેપીડ ટેસ્ટમાં 12 દર્દીઓ સંક્રમિત જાહેર થયા હતા. જેની સાથે કુલ 432 એક્ટિવ કેસ નોંધાયા છે. જ્યારે 48 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થાય છે. જેની સાથે કુલ 2164 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તેમ દમણના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જ્યારે દાદરા નગર હવેલીમાં 109 નવા કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. જેમાં RTPCR ટેસ્ટમાં 25 અને રેપીડ ટેસ્ટમાં 84 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા.

વલસાડ શહેરમાં સંક્રમણ ઘટાડવા નાઈટ કરફ્યુ લગાવવામાં આવ્યો

જેની સાથે 1409 એક્ટિવ કેસ થઈ ચૂક્યા છે. જ્યારે આજે 201 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થાય છે. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 3416 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. વલસાડ શહેરમાં સંક્રમણ ઘટાડવા નાઈટ કરફ્યુ લગાવવામાં આવ્યો છે. સાથે શહેરમાં દિવસ દરમિયાન જીવન જરૂરિયાતની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો આદેશનું પણ ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. સાથે દાદરા નગર હવેલીમાં નાઈટ કરફ્યુ અને વિકેન્ડ કરફ્યુ લંબાવીને 31 મે 2022 સુધી લંબાવવામાં આવી છે.

વલસાના 29 ગામડા સહિત તા.માં 70 કેસ
વલસાડ તા.ના ગામો મોરાભાગડા, કોસંબા, મોટા સુરવાડા, નનકવાડા ભોમાપારડી, જુજવા, રોલા, નાની સરોણ, કુંડી, કેવાડા, ડુંગરી, ચણવઇ, નવેરા, અતુલ, રાબડા, અંજલાવ, છરવાડા, ઉંટડી, માલવણ, જેસપોર, અટગામ, મરલા, ઓઝર, વેજલપુર, ગોરવાડાસરોધી, પારડીસાંઢપોર, મગોદ સહિત 29 ગામો અને વલસાડ શહેર સહિતના વિસ્તારોમાં 70 કેસ નોંધાયા હતા.

વલસાડના 38, પારડી 11, ઉમરગામ 9 સહિત 74 દર્દી સાજા
વલસાડ શહેર અને તાલુકાના જોરાવાસણ, ભદેલી, કાંજણરણછોડ, કલવાડા, ડુંગરી, કાજણહરિ, ગાડરિયા, અતુલ, નનકવાડાના કુલ 38 દર્દીઓ સાજા થયા હતા.ઉમરગામ તાલુકાના 9, વાપી શહેરના 4, ધરમપુર તા.ના 5 અને કપરાડા તાલુકાના 5 દર્દી મળી કુલ 74 દર્દીએ કોરોનાને માત આપી હતી.

આ ગામના કોરોના દર્દી મોતને ભેટ્યા

તાલુકોગામ સ્થળઉમરપુ.સ્ત્રી
વલસાડસેગવી,વાડ ફળિયા50સ્ત્રી
પારડીસુખલાવ,ભોઇ ફળિયા50સ્ત્રી
ઉમરગામવાણિયા પાડા ફળિયા36સ્ત્રી
ધરમપુરઓઝર પીપડા ફળિયા46સ્ત્રી
કપરાડાકોઠાર,નિશાળ ફળિયા52પુરૂષ
કપરાડાનાનાપોંઢા,બેસ્લા ફળિયા62પુરૂષ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો