કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં આજે 11 નવા સંક્રમિત દર્દીઓ જાહેર થયા, 10 દર્દીઓએ કોરોનાને માત આપી

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાપીના 71 વર્ષય વૃદ્ધને ડાયાલીસીસ માટે મુંબઈ લઈ ગયા બાદ ટેસ્ટ કરાવતા સંક્રમિત જાહેર થતા એટેક આવવાથી વૃદ્ધનું મોત

વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા રાજય સરકારે તમામ ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવા છૂટ આપવામાં આવી છે. જોકે, આજે વલસાડ જિલ્લામાં કોરોનાના 11 નવા સંક્રમિત દર્દીઓ જાહેર થયા છે. તેમજ 10 દર્દીઓએ કોરોનાને માત આપી હતી.

11 દર્દીઓ સ્વસ્થ થયા
વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતા એક 71 વર્ષીય વૃદ્ધને ડાયાલીસીસ કરાવવા માટે મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કોવિડ ટેસ્ટ કરાવતા વૃદ્ધ સંક્રમિત જાહેર થયા હતા. સંક્રમિત જાહેર થયા બાદ વૃદ્ધને અચાનક એટેક આવતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું. વલસાડ જિલ્લામાં આજ રોજ 11 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જ્યારે 10 સંક્રમિત દર્દીઓએ કોરોનાને માત આપી હતી.
ક્યા કેટલા કેસ નોંધાયા
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આજે વલસાડ જિલ્લામાં 11 જેટલા લોકો સંક્રમીત જાહેર થયા હતા. પૈકી વલસાડ તાલુકામાંથી 5, પારડી તાલુકામાંથી 1, વાપી તાલુકામાંથી 3, ઉમરગામ તાલુકામાંથી 2, કપરાડા તાલુકા અને ધરમપુર તાલુકામાંથી 0 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. વાપી તાલુકામાં રહેતા એક 71 વર્ષીય વૃદ્ધને ડાયાલીસીસ કરાવવા માટે મુંબઇની એક હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવવા માટે લઈ ગયા હતા. જ્યાં કોવિડ ટેસ્ટ કરાવતા સંક્રમિત જાહેર થયા હતા. જેની વૃદ્ધને જાણ થતાં તેમને એટેક આવતા તેમનું મોત નીપજ્યું હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...