કોરોના સંક્રમણ:વલસાડ જિલ્લામાં કોરોનાના વધુ 11 નવા કેસ,1 વૃદ્ધનું મોત

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 18 દર્દી સાજા,એક્ટિવ કેસ 111 થયાં

જિલ્લામાં કોરોનાની આગેકૂચ જારી રહી છે.મંગળવારે વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા હતા.જેમાં 9 પુરૂષ દર્દી અને 02 સ્ત્રી દર્દીનો સમાવેશ થયો હતો.આ સાથે વલસાડના મોટાબજારના એક વૃધ્ધ દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું હતું.આ સાથે ચોથી લહેરમાં જિલ્લામાં 2 મૃત્યુ નોંધાયા હતા.જૂન જૂલાઇથી કોરોનાના કેસો શરૂ થઇ ગયા હતા.સંક્રમણ વધતાં કેસો પણ વધી રહ્યા છે.

મંગળવારે પણ જિલ્લામાં 11 કેસ પૈકી વલસાડમાં કૈલાસ રોડ પર 48 વર્ષીય મહિલા,હાલર રોડ પર રહેતા 49 વર્ષીય પુરૂષ,મોટાબજારના રહીશ 54 વર્ષીય આધેડ,કૈલાસ રોડના 52 વર્ષીય મહિલા,હાલરના 77 વર્ષીય વૃધ્ધ,માલવણના 46 વર્ષીય યુવાન,પારડીના 58 વર્ષના આધેડ,ઉમરસાડીના 44 વર્ષીય યુવાન,વાપી રાજ રેસિડન્સના 58 વર્ષીય આધેડ,પ્રમુખહિલના 30 વર્ષના યુવાન પોઝિટિવ આવ્યા હતા. જ્યારે વલસાડના મોટાબજારના એક 54 વર્ષના આધેડનું કોરોનાથી મોત થયું હતું. વલસાડના 09, પારડીના 05, વાપીના 02, ઉમરગામના 1 અને ધરમપુરના 1 દર્દી સહિત કુલ 18 દર્દીએ કોરોનાને માત આપી છે.

અન્ય સમાચારો પણ છે...