આરોગ્ય વિભાગની ઝૂંબેશ:વલસાડ તાલુકામાં કોવિડ-19 મેગા ડ્રાઇવમાં 11 819ને વેક્સિન અપાઈ

વલસાડ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોગ્ય વિભાગની ઝૂંબેશને વાપી-વલસાડમાં પ્રતિસાદ

વલસાડ જિલ્લામાં કોવિડ-19થી બચવા કોરોના રોગપ્રતિકારક રસીકરણ અભિયાન ચાલી રહયું છે. જેમાં વલસાડ તાલુકાના 18 વર્ષથી વધુ વયના બાકી રહેલા પ્રથમ ડોઝના બાકી લાભાર્થીઓ તેમજ જેમનો બીજા ડોઝનો સમય પૂર્ણ થયો હોવા છતાં કોરોનાની રસીથી વંચિત રહ્યા હોય તેમના માટે 9 ડિસેમ્બરના રોજ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યતંત્ર દ્વારા કોવિડ-19 રસીકરણ મેગા ડ્રાઇવ વલસાડ અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન ને ખુબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે.

જે અંતર્ગત આજે સાંજના 4 વાગ્યા સુધીમાં જિલ્લાની કુલ 70 સેશન સાઇટો ઉપર 11,819 વ્યક્તિઓએ રસીકરણનો લાભ લીધો હતો. આ મહાઅભિયાનને સફળ બનાવવામાં પ્રાથમિક શિક્ષણ, આઇસીડીએસ, પંચાયત તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે.

વલસાડ તાલુકામાં ઔદ્યોગિક એકમો મોટા પ્રમાણમાં હોય તેમાં નોકરી કરતા કર્મચારીઓ, નોકરી-ધંધા અર્થે આવેલા પરપ્રાંતિયો તેમજ સ્થાનિક લોકોએ કોવિડ-19 રસીકરણ મેગા ડ્રાઇવમા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મેગા ડ્રાઇવને સફળ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અબ્રામાના તડકેશ્વર તેમજ છતરીયા ખાતે રૂબરૂ મુલાકાત કરી મેડીકલ ઓફિસર, સીવીસી તેમજ કોવિડ-19 રસીકરણ માટે આવેલા લાભાર્થીઓને પ્રોત્સાહન તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત અન્ય અધિકારીઓએ પણ વિવિધ રસીકરણ કેન્‍દ્રોની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. વલસાડ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ૨સીકરણ કામગીરીમાં વધારો જોવા મળી રહયો છે. વધુમાં વધુ પાત્રતા ધરાવતાં વ્યક્તિઓને રસીક૨ણનો લાભ આપી કોરોના વાઇ૨સનાં સંક્રમણથી બચાવવા કોવિડ - ૧૯ રસીકરણનો પ્રચાર પ્રસાર, ગૃહ મુલાકાત થકી લોકોમાં રસીકરણ પ્રત્‍યે જનજાગૃતિ કેળવી કામગીરી વધા૨વા માટેના તમામ પ્રયત્‍નો હાથ ધરવામાં આવી રહયા હોવાનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...