કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોનાના નવા 107 કેસ, એક્ટિવ કેસનો આંક 301 પર પહોંચ્ચો, 1 દર્દીએ કોરોનાને માત આપી

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • વલસાડ તાલુકામાંથી 55, પારડીમાંથી 11, વાપીમાંથી 28, ઉમરગામમાં 11 કેસ સામે આવ્યા
  • જિલ્લામાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે વધુ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી
  • વલસાડ તાલુકામાં જ 55 કેસ નોંધાયા, 5 થી 24 વર્ષની વયજૂથના 16 કોરોના સંક્રમિત થયા
  • બીજી લહેરના 7 માસના લાંબા ગાળા બાદ એક દિવસમાં જ 100થી વધુ કેસો નોંધાતા સ્થિતિ ચિંતાજનક

વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરીથી માથુ ઊંચક્યું છે. દરરોજ 10થી વધુ કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 301 પર પહોંચી છે. જિલ્લામાં આજે ગુરૂવારે કોરોનાના નવા 107 કેસ નોંધાયા છે. જેમાં વલસાડ તાલુકામાંથી 55, વાપી 28, પારડી 11, ઉમરગામ 11, ધરમપુર તાલુકામાંથી 1 અને કપરાડા તાલુકામાંથી 1 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવી તમામને ક્વોરન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે આજે 1 દર્દીઓએ કોરોનાને માત આપી હતી.

વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવ્યા બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. જિલ્લામાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે ગુરૂવારે વલસાડ જિલ્લામાં 107 નવા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યાં છે. જેના કારણે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 301 પર પહોંચી ચુકી છે.

જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 3 લાખ 65 હજાર 222 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 3 લાખ 58 હજાર 478 સેમ્‍પલ નેગેટિવ અને કુલ 6 હજાર 644 સેમ્‍પલ પોઝિટિવ આવ્‍યા છે. જ્યારે કુલ 5 હજાર 876 દર્દીઓ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ સારવાર મેળવી કોરોનાને માત આપી જિંદગીની જંગ જીતી ચુક્યા છે. જિલ્લામાં 15 વર્ષથી વધુ ઉંમરના 13 લાખ 49 હજાર 557 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્યારે 13 લાખ 14 હજાર 113 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવી ચુક્યા છે.

વલસાડ જિલ્લામાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે વધુ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના આંકને અંકુશમાં લાવવા સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના RTPCR ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંક્રમિત દર્દીઓના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે.

વલસાડ તાલુકામાં 169, પારડી તાલુકાના 32, વાપી તાલુકામાં 71, ઉમરગામ તાલુકામાં 22, ધરમપુર તાલુકામાં 4 અને કપરાડા તાલુકામાં 3 એક્ટિવ કેસ છે. વલસાડ જિલ્લામાં નોંધાયેલા 6 હજાર 644 સંક્રમિત કેસ સામે 5 હજાર 876 કોરોના સંક્રમિત દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ જીતી ચુક્યા છે.

ત્રીજી લહેરની દસ્તક: જિલ્લામાં જે દરથી કેસો વધી રહ્યા છે એના ઉપરથી આવનારા દિવસોમાં વધુ સાવચેતી રાખવી જરૂરી

જિલ્લામાં બાળકો સહિત 5થી 24 વર્ષના દર્દીઓનો આંકડો 17

તાલુકોગામ સ્થળઉમરપુ.સ્ત્રી
વલસાડકૈલાશ રોડ18સ્ત્રી
વલસાડગ્રીનપાર્ક16પુરૂષ
વલસ ાડઅબ્રામા23પુરૂષ
વલસાડગોકુલધામ5પુરૂષ
વલસાડનનકવાડા16સ્ત્રી
વલસાડખડકીભાગડા23સ્ત્રી
વાપીચણોદ21સ્ત્રી
વાપીગુંજન10સ્ત્રી
વાપીગુંજન9સ્ત્રી
વાપીચલા16પુરૂષ
વાપીચલા20પુરૂષ
વાપીચલા15પુરૂષ
ઉમરગામસોળસુંબા13પુરૂષ
ઉમરગામગાંધીવાડી21પુરૂષ
ઉમરગામસરીગામ23સ્ત્રી

આ 6 તાલુકામાં ક્યાં કેટલા દર્દી

તાલુકોકેસપુરૂુષસ્ત્રી
વલસાડ552926
પારડી1174
વાપી281315
ઉમરગામ1174
ધરમપુર101
કપરાડા101
કુલ1075651

છેલ્લા 6 દિવસમાં સતત વધારો

તારીખકેસપુરૂષસ્ત્રી
1 જાન્યુ.19127
2 જાન્યુ.271710
3 જાન્યુ.1376
4 જાન્યુ.23176
5 જાન્યુ.714328
6 જાન્યુ.1075651
કુલ260152108

વલસાડમાં દંપતિ અને ભૂતસરમાં પરિવાર સંક્રમિત
વલસાડ તાલુકાના ભૂતસરમાં રહેતા માતા પૂત્ર અને દંપતિ સહિત 5 સભ્યના પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો હતો.જ્યારે વલસાડ શહીદચોક પર રહેતું એક દંપતિ પણ કોરોના પોઝિટવ
થયું હતું.

અન્ય સમાચારો પણ છે...