તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધોલાઇ બંદર નજીકની હદને અડીને આવેલા વલસાડ તાલુકાના કકવાડી મેથિયા ફળિયા ગામ તથા મોટીદાંતી,નાનીદાંતીમાં દરિયાઇ ખાડીમાંથી ડ્રેજિંગના નામે મોટાપાયે અનધિકૃત રેતીખનનનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો 10 ગામના સરપંચોએ રોષ સાથે આક્ષેપ કરી .બુધવારે સરપંચોએ કલેકટર કચેરીએ પહોંચી આ પ્રવૃત્તિ બંધ કરવા માગ કરી છે.
વલસાડના સમુદ્દ કિનારે આવેલા ગામ કકવાડી મેથિયા ફળિયા અને મોટી દાંતીમાંથી મધરાતથી સવાર સુધી રેતી કાઢવાની મોટાપાયે પ્રવૃત્તિ ધમધમી રહી છે.દરિયાઇ ખાડીમાંથી રેતી ગ્રાવલનુ અનધિકૃત કરી મુંબઇ અને સુરત સુધી વેપલો કરવામાં આવી રહ્યો છે.આ મામલે કાંઠાના 10 ગામના સરપંચોએ વિરોધ ઉઠાવ્યો છે.આ રીતે કાંઠાના ગામોમાં રેતીખનનના કારણે સમય જતાં ભૂગર્ભમાં કેવિટી સર્જાતા મોટીદાંતી,નાનીદાંતી,નાનીભાગલ જેવા ગામોની જમીન દરિયાઇ પાણીમાં ગરકાવ થવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે.
ભૂતકાળમાં થયેલા રેતીખનનથી મોટીદાંતી ગામે 1 કિમીથી 1.5 કિમી કિનારો દરિયામાં હોમાતા અહિંના લોકો માટે પૂનર્વસવાટનો પ્રશ્ન ઉભો થયો છે.વલસાડના મેથિયા ફળિયા ગામે રેતીખનનથી 200 મીટર સુધી ધોવાણ થઇ રહ્યું છે. રેતીના માફિયાઓ બોટ મારફતે પણ દરિયામાંથી રેતી ઉલેચી રહ્યા છે. આ મામલે બુધવારે 10 ગામના સરપંચોએ એડીએમ એન.એ.રાજપૂત અને એસપી સમક્ષ રેતીમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા દાદ માગી છે.
લીઝ માત્ર એક એજન્સીને છતા 5 એજન્સી ડ્રેજીંગનું કામ કરતી હોય તપાસની માગ કરાઇ
ગામના સરપંચોએ એડીએમને રજૂઆતો કરતા જણાવ્યું કે,દરિયા કાંઠે રેતીને લીઝ માત્ર 1 એજન્સીને અપાઇ છે,પરંતુ તેના નામે વધુ ચાર થી પાંચ એજન્સીઓ કામ કરી રહી છે તેવું જાણવા મળતા તપાસ જરૂરી છે.
નદી અને ખાડી ઉંડી કરવા ડ્રેજીંગ કરીને માટીના બદલે મોટા પાયે રેતી જ ઉલેચવામાં આવી રહી છે
સરપંચોએ મુદ્દો ઉપાડતા કહ્યું કે,ડ્રેજિંગથી જો નદી ઉંડી કરવાનું કામ ચાલતું હોય તો નદી કે ખાડીની માટીનું ડ્રેજિંગ કરાતું જોવા મળતું નથી પણ ફક્ત રેતી ગ્રાવલ જ કેમ કઢાય છે.સીઆરી ઝોનમાંથી અનધિકૃત માઇનિંગ થઇ રહ્યું છે. કકવાડી મેથિયા ફળિયામાં આ વેપલો ચાલી રહ્યો છે. વગદારો,ધંધાદારીઓ દ્વારા આ ગોરખધંધો ચાલી રહ્યો હોવાનો સરપંચોએ આક્ષેપ કર્યો છે.
કોસ્ટલરોડને નુકસાન અકસ્માતોનો ભય
દરિયાઇ રેતીના અનધિકૃત ખનન અને ધોવાણ મુદ્દે એડીએમને રજૂઆતો કરાઇ છે. ધોલાઇ બંદર અને પોંસરીથી રેતી ભરેલી ટ્રકો પણ વલસાડના લીલાપોર કોસ્ટલ હાઇવે સુધી પાણી નિંગળતી હાલતમાં મધરાતથી સવાર સુધી ટ્રકો પસાર થતાં માર્ગ લપસણો બની જતાં 10 ગામના લોકો,નોકરિયાતો,વ્યવસાયિકોના વાહનો લપસી જવાનો ખતરો રહે છે. ભારે વાહનોથી અકસ્માતની સંભાવના પણ વધે છે. > દિપક પટેલ, છરવાડા
આ ગામના સરપંચોનો વિરોધ
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.