વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આંબાવાડી ઉપર નભતા રહે છે. જિલ્લામાં 37,344 હેક્ટર જમીનમાં ખેડીતો આંબાવાડી તૈયાર કરી છે. જેમાં હાલ ફ્લાવરિંગ અને કેટલીક આંબાવાડીઓમાં કેરીનો પ્રથમ પાક તૈયાર થઈ રહ્યો હતો. ભારે પવન અને કમોસમી વરસાદને લઈને કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી. જ્યારે ફ્લાવરિંગ આવતા આંબામાં ફ્લાવરિંગ ખરી પડ્યા હતા. જેને લઈને ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે શાકભાજી, ડાંગરના, શેરડીના તૈયાર થતા પકોમાં કમોસમી વરસાદ ફાયદો કરાવશે તેમ વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી જણાવ્યું હતું.
વલસાડ જિલ્લામાં આવનાર 3-4 દિવસમાં વાદળછાયું હવામાન દૂર ન થાય તો કેરીના તૈયાર થતા પકોમાં વિવિધ જીવાતો પડવાની સંભાવના રહે છે. જેથી વરસાદી હવામાન ખુલ્યા બાદ ખેડૂતોએ આંબાવાડીઓમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી છે. સાથે વલસાડ જિલ્લામાં આવેલી 37,344 હેક્ટર આંબાવાડી આવી છે. જો આંબાવાડીમાં કમોસમી વરસાદ પડ્યો હોય અને સતત 2 દિવસથી વધુ વાદળછાયું કે ભેજવાળું હવામાન જે વાડીમાં જોવા મળે તે ખેડૂતોએ હવામાન ખુલ્યા બાદ જંતુનાશક દવાનો આંબાવાડીમાં છાંટકાવ કરવાથી તમામ જંતુઓનો નાશ થઈ જશે આને પાક પણ ખીલી ઉઠશે. બાગાયતી ખેતીમાં લીલા શાકભાજી, ડાંગર કે શેરડી અને લીલો ઘાસચારો માટે કમોસમી વરસાદ ફાયદો કરાવશે તેમ જણાવ્યું હતું. શેરડી, ડાંગર અને લીલા શાકભાજીના તૈયાર થતા પાકને ફાયદો કરાવશે તેમાં ઉત્પાદનમાં વધારો જોવા મળશે તેમ ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.