• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • 10 Caught Gambling On Surat Bandra Intercity Train At Bilimora Railway Station, Totaling Rs. Muddamal Seized More Than 32 Thousand

જુગારધામ પર દરોડા:બીલીમોરા રેલ્વે સ્ટેશન પર સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનમાં જુગાર રમતાં 10 ઝડપાયા, કુલ રૂ. 32 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે LCBની ટીમે બાતમીના આધારે ટ્રેનના લગેજ કોચમાં અંદર-બહારનો જુગાર રમતા લોકો પકડ્યા
  • જુગાર રમતી 3 મહિલા સહિત 10 ઇસમોને બીલીમોરા રેલવે સ્ટેશથી ઝડપી પાડવામાં આવ્યા

બીલીમોરા રેલ્વે સ્ટેશન પર સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનમાં અંદર-બારનો હાર જીતનો જુગાર રમતી ૩ મહિલા સહિત 10 ઇસમોને રેલ્વે LCBની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂ. 32 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, તેમજ આ અંગે વલસાડ GRP મથકે FIR નોંધવામાં આવી હતી.

કોરોના મહામારી બાદ જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. ટ્રેનો તેની રફતાર પકડી રહી છે. રેલવે LCBની ટીમે સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનના લગેજ કોચમાંથી અંદર-બહારનો જુગાર રમતી 3 મહિલા સહિત 10 ઇસમોને બીલીમોરા રેલવે સ્ટેશથી ઝડપી પાડયા હતા. 10 શખ્સો પાસેથી રોકડા રૂ 25 હજાર 170 અને 5 મોબાઈલ મળી 32 હજાર 170નો મુદ્દામાલ કબ્જે કરી વલસાડ GRP મથકે FIR નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રેલ્વે LCBની ટીમ વલસાડ GRP પોલીસ મથક વિસ્તારમાં ટ્રેનમાં રમતો જુગાર સંબંધિત પ્રવૃતિઓ થતી અટકાવવા માટે ટ્રેનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનના એન્જિન પછીના લગેજ કોચમાં કેટલાક ઇસમો ગંજી પત્તા વડે અંદર બહારનો હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી રેલ્વે LCBના જવાનોને મળી હતી. જેના આધારે લગેજ કોચમાં સુરત રેલવે LCBની ટીમે ચેક કરતાં ત્રણ મહિલા સહિત કુલ 10 ઇસમોને હાર જીતનો અંદર બહારનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા.

રેલવે LCBની ટીમે GRPની મહિલા પોલીસ જવાનોની મદદ મેળવી 3 મહિલા સહિત 10 શકુનીઓની ધરપકડ કરી હતી. LCBની ટીમે ચેક કરતા 25 હજાર 170 રૂપિયા રોકડા અને 5 મોબાઇલ મળી કુલ રૂપિયા 32 હજાર 170 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વલસાડ GRP મથકે ઝડપાયેલા આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ FIR નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...