નાનાપોઢા -વાપી રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે સર્જાયેલા અકસ્માતમાં બીલપુડી ગામના યુવાનનું બાઈક સ્લિપ મારી જતા ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું .આ ઘટના અંગેની નાનાપોઢા પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નાનાપોઢા વાપી રોડ ઉપર સાંજે 5.30 કલાકે સર્જાયેલા અકસ્માતમાં વારોલી ગામનો યુવાન ઋષિ સોમા પોવર પેશન મોટરસાયકલ પર ઝડપભેર હંકારી આવતાં સ્ટેરીગ ઉપરથી કાબુ ગુમાવી દેતા નાનાપોઢા વાપી રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર સામે ધડાકાભેર પડ્યા હતાં. જેમાં પાછળ બેસેલા ઈસમ શરીબ જીતુ થોરાત ઉંમર 35 વર્ષ રહેવાસી બીલપુડી હુડકી ફળીયાનો યુવાનને માથાના ભાગમાં અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે તેઓને સારવાર અર્થે 108 માં નાનાપોઢા સી.એચ.સીમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ ફરજ ઉપરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના અંગે નાનાપોઢા પોલીસ સ્થળ ઉપર આવી તપાસ કરી બોડીનો કબજો મેળવી લાશનું પી.એમ કરી બોડી પરિવારજનોને સુપ્રત કરી હતી. જ્યારે આ ઘટનાની તપાસ જમાદાર ગૌતમભાઈ ગાંવિત કરી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં જઇ રહેલા બંને યુવકોની બાઇકની ગતિ વધુ હોવાના કારણે કાબૂ ગુમાવતા બાઇક સ્લીપ થઇ હતી. બાઇક સવાર એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.