તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:વારોલીમાં મહિલાએ ફાંસો ખાધો : પરિવારનો સાસરિયા સામે હત્યાનો આક્ષેપ, તપાસ માગી

નાનાપોઢા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાસરાવાળાએ ઈરાદાપૂર્વક મારી છે, આપઘાત કરે એવી ન હતી : પિતા

વારોલી તલાટ ગામે 26 વર્ષની પુત્રવધુએ રવિવારે સાસરીમાં ઘરમાં ફાંસો ખાઈ જીવનનો અંત લાવી દીધો હતો. ઘટના અંગેની જાણ મમતાના પિયરમાં થતા મમતાના પિતાએ કેતન અને તેના પરિવાર ઉપર આક્ષેપો કર્યા કે, મારી દીકરીને મારી નાંખી છે. આત્મહત્યા નથી પરંતુ હત્યા હોવાનો આક્ષેપો કર્યા છે.કપરાડાના વરવઠ ગામના ચિચપાડા ફળિયાની પરસુભાઈ બુધિયાભાઈ ભોયાની દીકરીના લગ્ન વારોલી તલાટ ફળીયાના ઈશ્વરભાઈના પુત્ર કેતનભાઈ રાઉત સાથે થયા હતા. બંનેના પરિવારમાં ફૂલ જેવી દોઢ વર્ષની એક દીકરી પણ છે.

ત્યારબાદ બંનેની જિંદગીમાં કોઈની નજર લાગી જતા મતભેદ થવા લાગ્યા હતા. અંતે મમતાબેન કેતનભાઈ રાઉતે સાસરીમાં ઘરની પાછળ પેઝારીમાં લાકડાંના ડાંડાની સાથે સાંજે દુપટ્ટા ગળામાં બાંધીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. સાસરા પક્ષના એ આ ઘટનાની અંગે કોઈને પણ કશું કહ્યા વિના લાશને ઉતારીને જમીન ઉપર સુવાડી મૂકી હતી. મમતાના પરિવારને કહેવામાં આવ્યું હતું કે તમારી દીકરી સુઈ ગઈ છે ઉઠતી નથી. તમે ઘરે જલ્દી આવો એમ કહીને વારોલી બોલાવ્યા હતા. દીકરીને ઘર પાછળ જમીન ઉપર સુવાડી મુકેલી હાલતમાં જોતા ડાબી બાજુના હાથમાં ઈજા જોવા મળી હતી.

મારના ઢીબા પણ સ્પષ્ટપણે દેખાતા હતા. આ ઘટના અંગે મમતાના પરિવારે નાનાપોઢા પોલીસને જાણ કરી બોલાવી હતી. પોલીસે બોડીને નાનાપોઢા સીએચસી ખાતે પીએમ મોકલી આપી હતી. એફએસએલને પણ બોલાવી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મહિલાના પરિવારે મમતાના સાસરી પક્ષ ઉપર આક્ષેપો કર્યા છે કે, મમતાની આ લોકોએ હત્યા કરી છે એવા આક્ષેપો કર્યા હતા. આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માગ પરિવારે કરી છે.

અન્ય સમાચારો પણ છે...