કપરાડા તાલુકાના કુંભઘાટ ઉતરતા માંડવા તડકેશ્વર મંદિર સામે જીવલેણ વળાંક પાસે ટ્રક ચાલક કાબુ ગુમાવી બેસતા ટ્રક માર્ગ ઉપરથી નીચે પડતા અંદર ભરેલ ચોખાની ગુણી દૂર સુધી ફેંકાઈ ગઈ હતી. બે દિવસમાં અનાજની બે ટ્રક આ ઘાટ પર પલટી મારી હતી. અકસ્માત બાદ કુંભઘાટ ઉપર ઠેરઠેર ચોખા ફેલાઇ ગયા હતા.
કપરાડા ગોડાઉન્ડ ખાતે અનાજ લઈને આવતી ટ્રક બરાબર કુંભઘાટ ચઢીને ગોડાઉન્ડની સામે જ રિવર્સ આવીને અનાજ ભરેલી ટ્રક શનિવારે પલટી ગઇ હતી. અકસ્માતના પગલે આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો. જેથી અન્ય વાહન ચાલકો હેરાન થયા હતા. ટ્રક નંબર. GJ. 21. 7977ના ચાલકનો આબાદ બચાવ થયો હતો.
જ્યારે રવિવારે વહેલી સવારે મહારાષ્ટ્ર સ્ટેટથી અનાજ ભરીને આવતી ટ્રક નંબર.GJ.10. TX. 7007 ના ચાલકએ સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી બેસતા માંડવા તડકેશ્વર મંદિર પાસે જીવલેણ વળાંકમાં ટ્રક પલ્ટી મારીને નીચે ક્યારીમાં ખાબકી હતી. જેમાં ચાલકના પેટમાં મોટો ઘા પડી જતા તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ ચાલક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું અન્ય ટ્રક ચાલકે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.