તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:મંગેતરની ફોરેસ્ટ ગાર્ડની નોકરી પસંદ ન હોય યુવકે ફાંસો ખાધો

નાનાપોઢા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપરાડા શાહુડાના યુવાને રકઝક થયા બાદ ભરેલું પગલું

કપરાડાના શાહુડા ગામનો યુવકની સગાઈ દિનબારી ખાતે થઈ હતી. મંગેતર સાથે મળ્યા બાદ ફોરેસ્ટ ગાર્ડમાં નોકરી કરવાના મુદ્દે બંને વચ્ચે રકઝક થયા બાદ યુવકે રાત્રીએ આંબાના ઝાડ ઉપર ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું.દાબખલ ગામે ફોરેસ્ટ ખાતાની જંગલની જમીનમાં આંબાની ઝાડ સાથે મંગળવારે સવારે દુપટ્ટા સાથે ફાંસો ખાધેલા યુવાનની લાશ મળી હતી. મૃતકની ઓળખ શાહુડા દશ ફળીયામાં રહેતો 22 વર્ષીય ગોપાળ લક્ષમણભાઈ દળવી તરીકે થઇ હતી જે વલસાડમાં મજુરી કામ કરતો હતો.

મૃતકની સગાઈ દિનબારી ખાતે દિલીપ દેવરામભાઈ ગાવિતની પુત્રી સોનલ સાથે થઇ હતી. ગોપાળ વલસાડ મજૂરી કામ કરવા ઘરેથી નીકળી ગયો હતો. સોમવારે મંગેતરને મળવા ગોપાળ કપરાડા આવ્યો હતો. બંને બજારમાં ખરીદી કર્યા બાદ દિનબારી ગયા હતા. રાત્રીએ સોનલે ફોરેસ્ટમાં ગાર્ડ તરીકે નોકરી કરવા અને ભરતીમાં જવા અંગે જણાવ્યું હતું જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. ગોપાળ તેની મંગેતર નોકરી કરે એ ઇચ્છતો ન હતો.

સોનલ હોમગાર્ડની નોકરી કરે જેને લઈ મતભેદ થયા હતા. 29 જૂને સવારે દાબખલ ખાતે આંબાના ઝાડ સાથે દુપટ્ટા સાથે યુવાન ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. કપરાડા પોલીસે સ્થળે પહોંચી તપાસ કરી લાશને પીએમ માટે મોકલી આપી હતી. આ કેસની તપાસ જમાદાર અરવિંદભાઈ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...