તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ચાંદવેગણ થઈને કુંડા અને અરણાઈને જોડતો ત્રણ કિલોમીટર માર્ગ જોખમી

નાનાપોંઢા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17 વર્ષથી માર્ગ ન બનતા ગ્રામજનોએ મુશ્કેલી વેઠવાની નોબત

કપરાડા તાલુકામાં સૌથી વધુ રસ્તાનું ધોવાણ તાલુકા કક્ષાએ થયું છે. મોટાભાગના વરસાદી પાણીમાં રસ્તા ધોવાયા છે. જેનું કારણ કોન્ટ્રાકટરની નબળી કામગીરી અને ગુણવત્તા વિહીન કામગીરીને લઈ રસ્તા બે ત્રણ ઇંચ વરસાદી પાણીમાં ખરાબ રીતે ધોવાઈ ગયા છે. મસમોટા ખાડાના લીધે લોકો પરેશાન છે. વાહન ચાલકો બિસ્માર રસ્તા લઈ ને ત્રાસી ગયા છે. રસ્તા ઉપર અવરજવર કરતા લોકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. .

ચાંદવેગણ ગામથી કુંડા અરણાઈને જોડતો મુખ્ય રસ્તાની હાલત અંત્યન ગંભીર અને કફોડી છે. આખા રસ્તા વરસાદના પાણીમાં ધોવાયને નાશ પામ્યા છે. 17 વર્ષથી લોકો રસ્તાની માગણી કરતા આવ્યા છે. પરંતુ વહીવટી તંત્ર અને પદાધિકારીઓની નીતિને કારણે લોકો ચાર કિલોમીટર ચાલીને મુખ્ય રસ્તા સુધી પહોંચે છે. નેતાઓ અને મંત્રીઓ જાહેર મંચ ઉપર વિકાસની વાર્તા કરે છે, પરંતુ વિકાસની વાર્તા કરતા નેતાઓને કપરાડા તાલુકાના ગામડાની અવશ્ય મુલાકાત કરવી જોઈએ. બીમાર માણસને ચાર કિલોમીટર સુધી ઝોળી બાંધીને ઘરેથી લઈ જવાની નોબત આવી છે. અનેક મોટા ખાડાને લઈ નિર્દોષ લોકો મુસીબતનો સામનો કરવાના દિવસ આવ્યા છે. બીમાર માણસને 108 લેવા પણ પહોંચતી નથી. વર્ષોથી લોકો નવા રસ્તાની માંગણી કરી રહ્યા છે, પરંતુ લોકોની માંગ હજુ સુધી પૂર્ણ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...