કપરાડા તાલુકાના બાલચોંઢી ગામે એક યુવકની લાશ ઘરમાંથી મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. યુવક ફોન ન ઉપાડતા તેની મોટી બહેન ઘરે મળવા ગઇ ત્યારે તે ખાટલા ઉપર મૃત હાલતમાં મળી આવ્યો હતો. કપરાડા તાલુકાના બાલચોંઢી ગામે પટેલ ફળિયામાં રહેતા મહેન્દ્ર રણછોડભાઇ ઉ.વ.45 ની મોટી બહેન સકુંતલાબેન ભાઇને ફોન કરી રહ્યા હતા.
મહેન્દ્રભાઇ ફોન ન ઉપાડતા શુક્રવારે સવારે તેઓ ભાઇના ઘરે પહોંચ્યા હતા. અંદર જોતા મહેન્દ્રભાઇ ખાટલા ઉપર ઢળી પડેલ હાલતમાં મૃત દેખાતા બહેને તાત્કાલિક ભાઇ દિનેશ પટેલને તેની જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ પોલીસને કરતા લાશને પીએમ માટે મોકલાવી પોલીસે મોત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહેન્દ્રભાઇ ઘરમાં એકલા જ રહેતા હતા અને પ્રેશર તથા ડાયાબિટીસની બીમારી હોવાથી દવા પણ ચાલુ હતી. આશરે ત્રણ દિવસ અગાઉ તેઓનું મોત થવાથી લાશ અત્યંત દુર્ગંધ મારતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.