તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મોટાપોંઢા સ્ટોન ક્વોરીમાં 50 ફૂટથી નીચે પડતા યુવકનું મોત

નાનાપોઢા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 જૂનથી ક્વોરી બંધ કરવાના આદેશ છતાં કામગીરી ચાલુ હતી

મોટાપોઢા ડુંગરી ફળીયામાં આવેલ ભારત સ્ટોન ક્વોરીમાં મંગળવારે સાંજે ચાર કલાકે કરતો મજુર અજયકુમાર 50 ફૂટ ઊંચાઇથી પથ્થરના ખાડામાં ઉપરથી પડી જતા પથ્થર શરીરમાં છાતીમાં અને કપાળના ભાગે વાગવાથી ગંભીર ઈજા થતા ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.

આ ઘટનાને રફેદફે કરવાના ચક્કરમાં વીડિયો ગ્રુપમાં ફરતા થતા મજબુરીના કારણે આ ઘટનાની ખબર મનોજભાઈ ગોસુ ઓરમ ઉ.25 વર્ષએ નાનાપોઢા પોલીસને કરતા પોલીસ સ્થળ પર પહોંચી ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ લાશનો કબ્જો લઈ બોડી નાનાપોઢા સરકારી હોસ્પિટલના પીએમ રૂમમાં મોકલી આપી હતી.

વલસાડ જિલ્લામાં ચાલતી ક્વોરી સંપૂર્ણપણે 4 જુનથી સદત્તર બંધ હોય છે. પરંતુ મોટાપોઢા ડુંગરી ફળીયામાં ભારત સ્ટોન ક્વોરીના માલિક પોતાની મનમાની ચલાવી ભર વરસાદે પણ ક્વોરી ચાલું રાખી 29 વર્ષીય અજયકુમાર ઇટુવા ઓમર હાલ રહે. કાકડકોપર, બાબલાભાઈના ભાડાના મકાનમાં રહેતો હતો. મોટાપોઢા ડુંગરી ફળીયામાં આવેલી ક્વૉરીમાં મજૂરી કામ કરતાં ઉપરથી પથ્થરમાં પડી જતા ઈજા થતા મૃત્યુ પામ્યા હતા. ઘટનાને પગલે ક્વૉરીના માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...