દુર્ઘટના:દિનબારી ગામે માર્ગ અકસ્માતમાં માતા-પુત્ર અને ભત્રીજાનું મોત

નાનાપોંઢા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દવાખાનેથી પરત ફરતા વાહને બાઇકને ટક્કર મારી હતી

કપરાડાના નાનાપોઢા નાસિક માર્ગ ઉપર સોમવારે રાત્રે કપરાડાના દિનબારી ફળિયાના રહીશ બીમાર હોવાથી તેઓ દાબખલ દવાખાને જઈને પરત ફરતી વખતે અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટમાં લેતા માતા- પુત્ર અને ભત્રીજાનું સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું.\nકપરાડા તાલુકામાંથી પસાર થતો નાસિક હાઇવે માર્ગ ઉપર કપરાડા દિનબારી ફળીયામાં રહેતા 20 વર્ષના રાહુલ મોતિરામ આસરિયાને તાવ આવતા હોવાથી માતા સાયકીબેન અને ભત્રીજા 21 વર્ષીય રતન દેવલિયા આસરિયાની બાઇક ઉપર દાબખલ દવાખાને દવા લેવા માટે ગયા હતા.

સોમવારે રાત્રે માતા-પુત્ર અને ભત્રીજો બાઇક ઉપર પરત ફરી રહ્યા હતા એ વેળા દાબખલ પ્રા. શાળાથી થોડે દૂર અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારીને ભાગી ગયો હતો. બાઈક સવાર ત્રણે માતા-પુત્ર અને ભત્રીજો રોડ ઉપર પટકાતા ગંભીર ઇજાથી સ્થળ ઉપર જ મોતને ભેટ્યા હતા. આ ઘટનાની માર્ગ ઉપર જતા આવતા વાહન ચાલકોની નીચે પડેલા ઈસમો ઉપર જતા કપરાડા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કપરાડાના પીએસઆઈ ડી.આર. ભાદરકા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...