તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:કપરાડામાં પ્રેમી પંખીડાનો ડુંગરે ફાંસો ખાઇ આપઘાત

નાનાપોંઢા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • યુવતી સાસરેથી મંગેતર સાથે આવી હતી
 • બંનેના પરિવારને સંબંધ સ્વીકાર્ય ન હતો

કપરાડા તાલુકાના માલઘર ગામે એક જ ફળિયામાં રહેતા પ્રેમી પંખીડાએ ડુંગર ઉપર જઇ ઝાડની ડાળી સાથે દોરીથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. માલઘર ગામે ઈહધર ફળીયામાં રહેતા અર્જુન તુલસીરામ ડૂંડા ઉંમર 19 વર્ષ તેજ ફળીયામાં જ રહેતી યુવતી નિલિમા પાંડુ વળવી ઉંમર 19 વર્ષ બંનેની આંખો મળી ગઈ હતી, જે અંગે લગ્ન કરવાના સપના સેવી રહ્યા હતા, પરંતુ બંનેના પરિવારે લગ્નની મંજૂરી ન આપતા અને યુવતીના પરિવારે યુવતીની સગાઇ મહારાષ્ટ્રના દેવડુંગરા ખાતે કરી દીધા હતા.

યુવતી નિલિમા સાસરેથી 25 ડિસેમ્બરે નાતાલ હોય તે મંગેતર સાથે પિયર આવી બે ત્રણ દિવસ રોકાઈ ને પછી જતા રહેવાની હતી. પરંતુ સોમવારે નિલિમા અને પ્રેમી અર્જુન સાથે ગુમ થઇ ગયા હતા.બંનેના પરિવારે શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. 29મી મંગળવારે રાત્રે બંનેના પરીવાર શોધવા નીકળતા માલઘર મૂળગામ ફળીયાના સુલનામના ડુંગર ઉપર આંસદના ઝાડની ડાળીએ ફાંસો ખાધેલી બંને પ્રેમી પંખીડાની લાશ મળી આવી હતી.

પ્રેમમાં એક ન થઇ શકવાની વાતથી હતાશ પ્રેમી પંખીડાએ બંને એક સાથે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ઘટના અંગે કપરાડા પીએસઆઈ ડી.આર.ભાદરકાને જાણ થતા લાશનો કબજો લઇ પીએમ કરાવી લાશ પરિવારને સોંપી હતી. તપાસ કપરાડા જમાદાર કિશોરભાઈ કરી રહ્યા છે. યુવતીની સગાઇ થતાં આ પગલું ભર્યું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો