કપરાડાના આસલોણા ગામના સરપંચ પુત્ર વોન્ટે તહો.મહેન્દ્રભાઇ ધવળુભાઇ શાહરે રહે.આસલોણા વાંગણ ફળીયું તા.કપરાડા જી.વલસાડ નાએ પોતાના ઘરના વચ્ચેના રૂમમાંથી એક પ્લાસ્ટીકની મીણીયા થેલીમાંથી ભારતીય બનાવટની વિદેશીદારૂ જહોન માર્ટીન વ્હીસ્કી બાટલી નંગ 40 મળી હતી. આરોપી મહેન્દ્રભાઇ ધવળુભાઇ શાહરે રેઇડ દરમિયાન હાજર ના હોઈ જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
કપરાડાના એએસઆઇ આશિષ ગામીત તથા બીજા પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે આસલોણા વાંગણ ફળીયામાં રહેતો મહેન્દ્ર ધવળુભાઇ શાહરે પોતાના ઘરમાં ચોરીછુપીથી ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફ તથા પંચોને બાતમી હકીકતથી વાકેફ કરી બાતમી વાળી જગ્યાએ જતાં તેના ઘરે કોઇ હાજર મળી આવેલ નહી.
જેથી પંચો રૂબરૂ સદર ઘરમાં ઝડતી કરતા તેના ઘરમાં વચ્ચેના રૂમમાંથી એક મીણીયા\\nથેલીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ જહોન માર્ટીન પ્રીમીયમ વ્હીસ્કીની કુલ્લે ૪૦ નંગ બાટલી મળી હતી. એક વ્હીસ્કીની કિંમત રૂપિયા 50 લેખે કુલ્લે 2 હજારનો મુદ્દામાલ મળી આવેલ છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને સરપંચના પુત્ર મહેન્દ્ર શાહરેને વોન્ટેડ જાહેર કર્યો છે. સરપંચના ઘરેથી દારૂની બોટલો મળી આવતા ગામ તેમજ આસપાસના વિસ્તારમાં વાયુ વેગે આ વાતની ચર્ચા જોર શોરમાં ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.