કાર્યવાહી:વારોલી માર્ગ ઉપરથી ખેરના ગેરકાયદે લાકડા વન વિભાગે ઝડપી લીધા

નાનાપોઢા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચેકીંગમાં રોકવાનો ઈશારો કરતા ચાલક અંધારામાં ટવેરા મૂકી ફરાર થયો

કપરાડા તાલુકાના વારધાથી વારોલી માર્ગ ઉપર સોમવારે રાત્રે નાનાપોઢા વન વિભાગના સ્ટાફ વાહન ચેકીંગ કરતા હતા તે દરમિયાન લાલ કલરની ટવેરાને જીજે15 બીબી 1498 ઈશારો કરી રોકવા જણાવતા તેઓ વાહન હંકારીને નાસી છૂટ્યો હતો. થોડે દૂર જઈ અંધારાનો લાભ લઇ ચાલક જંગલમાં નાસી ગયો હતો.

વારધાથી વારોલી માર્ગ જતા રાત્રી દરમિયાન નાનાપોઢા વનકર્મી દ્વારા વાહન ચેકીંગમાં એક લાલ કલરની વાહન પકડી પડતા તેમાં ગેરકાયદે ખેરનો જથ્થો ભરીને હેરાફેરી તસ્કરો દિવસે દિવસે સક્રિય થઈ રહ્યા છે. પરંતુ વન વિભાગના કર્મચારીઓની લાલ આંખ સામે ખેરની તસ્કરી કરતા ઈસમો બચી શકતા નથી.

ગેરકાયદે મૂકીને નાસી ગયેલા ટવેરામાં તપાસ કરતા અંદરથી ખેરના લાકડા નંગ 59 લાકડા મળી આવ્યા હતા. તેનું ઘન મીટર 0565 થાય છે, તેની કિંમત અંદાજે 10 હજાર થતા ટવેરાની કિંમત 1લાખ લાખ મળી કુલ 1 લાખ 10170 રૂપિયાનો મુદ્દામાલ નાનાપોઢા વન વિભાગે કબ્જો લઈ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધી નાનાપોઢા રેંજ આગળની તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...