કપરાડા ખાતે આવેલી સામુદાયિક બિન સહકારી મંડળીની જગ્યા જેનો સર્વે. નં. 5,38 અને 113 જે ખેતીના હેતુ માટે કલેકટરએ ફાળવેલી હતી. પરંતુ તેમાં શરતભંગ કરી પરમિશન વગર આરસીસી મકાનો, દુકાનો, કાચા કેબીન બનાવીને વ્યાપાર કરે છે. આ ઉપરાંત પરપ્રાતિઓને ભાડે આપેલી છે. એટલું જ નહીં કપરાડાના માથાભારે તત્વોએ ઘણું દબાણ કરી લીધેલ છે.
જે મંડળી ફડચામાં ગયેલી હતી તે જમીનની સત્તા તે દિવસથી કલેકટરની છે તથા ભૂમિદાનની જગ્યા જે સરકારે ખેતી કરવા માટે આપેલી છે. જેનો સર્વે. નં. 1606/ 20 છે જેમાં માલિકે પરવાનગી વગર દુકાનો બનાવી ભાડે આપેલી છે. તથા સર્વે નં. 1569 જમીન એ સરકારી પડતર જમીનમાં સરકારી કર્મચારીઓએ આરસીસી મકાન બનાવી જમીન પચાવી પાડેલ છે.
જેની પાસે ખાતાની જમીન હોવા છતાં જમીન દબાણ કરેલ છે જે અંગે કપરાડા ખાતે મામલતદારને અને ટીડીઓને અને ગ્રૂપ ગ્રામ પંચાયત કપરાડા જાણ છે તેમ છતાં પણ માથાભારે તત્વો સામે વહીવટી તંત્ર કાર્યવાહી કરતા નથી. કપરાડા જ ગામના બે ઈસમે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ કલેકટર, ધરમપુર પ્રાંત, કપરાડા મામલતદાર અને ટીડીઓ અને કપરાડાનના પંચાયતને લેખિત ફરિયાદ કરી છે.
કપરાડા ગ્રૂપ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમમંત્રી સંજયભાઈ પટેલ એ 16મી માર્ચનારોજ ગેરકાયદે અને પરમિશન વિના જમીનમાં દબાણ કરી બેસેલા તત્વો સામે અને દબાણ હટાવવા અંગેની નોટિસ પાઠવી છે. કપરાડા ગ્રામ પંચાયત કપરાડાના તલાટી સંજય પટેલની નોટિસમાં જણાવાયું છેકે, મોજે કપરાડા સર્વે નંબર નવો 5 અને સર્વે નં. 1063 વાળી જગ્યા કપરાડા સામુદાયિક ખેતી સહકારી મંડળીના નામે ચાલી આવેલ છે. જેમાં લોકોએ કાચી, પાકી દુકાનો બાંધી દબાણ કર્યું છે. જે અનઅધિકૃત બાંધકામ કરેલ છે તે સબંધમાં આધાર પુરાવા સાથે ગ્રામ પંચાયત કચેરી કપરાડાને દિન 15માં રજૂ કરવાના રહેશે તેમ કરવામાં કસૂર થયેથી આગળની કાર્યવાહી કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.